સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ટેલિકોમ સ્ટાર્ટ-અપ્સ સાથે, ઈનોવેશનની સુવિધા માટે ટેલિકમ્યુનિકેશન વિભાગની ગુજરાત ઓફિસે ઈન્ટરએક્ટિવ સત્રનું આયોજન કર્યુ

Posted On: 13 DEC 2023 8:07PM by PIB Ahmedabad

ટેલિકોમ વિભાગ(DOT)ના ગુજરાત લાઈસન્સ સર્વિસ એરિયા (એલએસએ) દ્વારા 13.12.2023ના રોજ ટેલિકોમ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ માટે શ્રી આલોક શુક્લા (આઈટીએસ) ડીડીજી-ડીઓટીના વડપણમાં એક વર્ચ્યુઅલ સત્રનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમ દેશમાં વધતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને ટેકો આપવા ચાલી રહેલા પ્રયાસોમાં એક ભાગ હતો.

તેમના સ્વાગત સંબોધનમાં શ્રી બિપિન ખોત, (આઈટીએસ) ડિરેક્ટર-ડોટ એ 5જી, 6જી, એઆઈ, આઈઓટી અને એમ2એમ જેવી ઉભરતી તકનીકોની ક્ષમતા પર પ્રકાશ પાડતા ટેલિકોમ ઉદ્યોગની ગતિશીલ પ્રકૃતિ વિશે ભાર મૂક્યો હતો. તેમણે આઈઓટી ઉપકરણોના વિકાસમાં સાયબર સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભારત સરકારની આત્મનિર્ભર ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સ્વદેશી ટેલિકોમ ટેકનોલોજીના વિકાસની પ્રાથમિકતાને રેખાંકિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ટેલિકમ્યુનિકેશન વિભાગ આ બધા માટે કાર્યરત છે.

શ્રી સૂર્યશ ગૌતમ (આઈટીએસ) એડીજી ડીઓટી દ્વારા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. પોતાના સત્રમાં તેમણે સ્ટાર્ટઅપ્સ માટે ફાયદાકારક વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમકે ચેમ્પિયન સર્વિસિઝ સેક્ટર સ્કીમ (સીએસએસએસ) હેઠળ ડિજિટલ કમ્યુનિકેશન ઈનોવેશન સ્ક્વેર (ડીસીઆઈએસ), યુનિવર્સલ સર્વિસીસ ઓબ્લિગેશન ફંડ (યુએસઓએફ) હેઠળ ટેલિકોમ ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (ટીટીડીએફ) અને 5જી હેકાથોન વિમર્શ 2023, 5જી યુઝ-કેસ લેબ્સની વિશિષ્ટ તક, ટેલિકોમ માનકીકરણ વગેરે.

આ કાર્યક્રમે સ્ટાર્ટ-અપ્સને ટેલિકોમ વિભાગ સાથે સીધા જોડાવા માટે એક ઉત્તમ મંચ પ્રદાન કરે છે, જે સહયોગી વાતાવરણને પ્રોત્સાહન આપે છે. આ સત્રમાં ટેલિકોમ ક્ષેત્રમાં દેશની આત્મનિર્ભરતા માટે નિર્ણાયક સ્વદેશી તકનીકો અને બૌદ્ધિક સંપત્તિ વિકસાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સત્ર સંચારની સ્પષ્ટ રેખા સ્થાપિત કરવામાં અને ડોટ તરફથી સ્ટાર્ટ અપ્સ સુધી નિયમિત અપડેટ્સ અને સમર્થન માટેનો માર્ગ સ્થાપિત કરવામાં સફળ રહ્યું હતું.

YP/JD



(Release ID: 1986026) Visitor Counter : 54