માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઇન્દરમા ગામના વંચિત લાભાર્થીઓ સુધી પહોંચી
લાભાર્થીઓને ઘરઆંગણે જ યોજનાકીય માહિતી અને લાભોનું વિતરણ કરાયું
"સરકારની વિવિધ યોજનાઓ અંગેની નાગરિકોની જાગૃતિ જ વિકસિત ભારતની લક્ષ્યપ્રાપ્તિને સુનિશ્ચિત કરશે"
Posted On:
13 DEC 2023 3:38PM by PIB Ahmedabad
નર્મદા જિલ્લાના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના ઇન્દરમા ગામે પહોંચી હતી. ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. ઉપરાંત, ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામુહિક શપથ લીધા હતા.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી ગ્રામજનોને આપતા જણાવ્યું કે, સરકારે છેવાડાના માનવીના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે. ગ્રામજનોએ પણ વંચિત લાભાર્થીઓ સુધી યોજનાઓની માહિતી પહોંચાડવાના સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે. ગામનો પ્રત્યેક નાગરિક સરકારી યોજનાઓ અંગે જાગૃત હશે તો વિકસિત ભારતનું લક્ષ્ય દૂર નથી.
કાર્યક્રમ આગળના ચરણમાં પહોંચતા પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ માતૃવંદના યોજના, આયુષ્માન ભારત યોજના, પૂર્ણાશક્તિ યોજના તેમજ પીએમ આવાસ યોજનાના સ્થાનિક લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" અંતર્ગત યોજનાકીય લાભોથી પોતાના જીવનમાં મહેસુસ કરેલા બદલાવ અંગેના પ્રતિભાવોને ગ્રામજનો સમક્ષ વર્ણવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રેમજી ભીલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, આરોગ્ય ક્ષેત્રે ગામે હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સરપંચશ્રીને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે ગ્રામજનોએ આંગણવાડી, આરોગ્ય અને પશુપાલન વિભાગ દ્વારા આયોજિત નિઃશુલ્ક કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને પરંપરાગત માધ્યમો 'ધરતી કરે પુકાર કે' થીમ આધારિત નુકકડ થકી પણ સરકારી યોજનાઓની માહિતી અને પ્રાકૃતિક ખેતીને અપનાવવા પ્રેરિત કરાયા હતા.
YP/JD
(Release ID: 1985819)
Visitor Counter : 139