સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પોસ્ટલ પેન્શનરને લગાત પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત

Posted On: 13 DEC 2023 11:32AM by PIB Ahmedabad

પોસ્ટ પેન્શનરને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પ્રવર ડાક અધિક્ષકની કચેરી, અમદાવાદ શહેર વિભાગ, આકાશવાણી પાસે, અમદાવાદ-380009 ખાતે તારીખ 28-12-2023ના રોજ 16.45 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ પેન્શન અદાલતમાં પેન્શનરોને લગતા પ્રશ્નો/ફરિયાદોનું નિરાકરણ કરવામા આવશે.

આવી ફરિયાદો 22-12-2023 સુધીમાં શ્રી પ્રવર અધિક્ષક, પ્રવર ડાક અધિક્ષકની કચેરી, આકાશવાણી પાસે, આશ્રમ રોડ, અમદાવાદ-380009ને મોકલવાની રહેશે. તારીખ 22-12-2023 બાદ આવેલી ફરીયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરૂરી છે. નીતિ વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.

આ પેન્શન અદાલત અમદાવાદ શહેર વિભાગની પોસ્ટ ઓફિસને લગતી ફરિયાદો પૂરતી મર્યાદિત રહેશે.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટીફિકેટની સેવા આઈપીપીબીના સહકારથી દરેક પેન્શનરોને ડિજિટલી જીવન પ્રમાણપત્ર ઘર બેઠા મળે તેવી સુવિધા શરૂ કરેલ છે. આ સેવાની શરૂઆતથી પેન્શનરને તેમની મૂળ પેન્શન વિતરણ ઓફિસની રૂબરૂ જવાની જરૂર રહેશે નહિં.

વધુમાં ભારતીય ડાક વિભાગ દ્વારા આધાર કાર્ડમાં સુધારા વધારા તથા નવા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ શરુ કરવામાં આવ્યું છે.

YP/GP/NP



(Release ID: 1985733) Visitor Counter : 75