માહિતી અને પ્રસારણ મંત્રાલય
પલસાણા તાલુકાના કરાળા અને તલોદરા ગામ ખાતે PIBના એડિશનલ ડાયરેક્ટર જનરલ શમીમા સિદ્દિકીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
છેવાડાના ગરીબ,મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહી છેઃ પીઆઇબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ શમીમા સિદ્દિકી
મહાનુભવોને હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
સુરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ
Posted On:
11 DEC 2023 5:07PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના પલસાણા તાલુકાની કરાળાગામ ખાતે પીઆઇબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રીમતી શમીમા સિદ્દિકીની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઇ હતી.આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.પ્રદર્શનના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની નાગરિકોને જણકારી આપવામાં આવી હતી. નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી.
આ અવસરે પીઆઇબીના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રીમતી શમીમા સિદ્દિકીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતને વર્ષ 2047 સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવવાના સપનાને સાકાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ રહી છે. સરકારની યોજનાઓ આપણા માટે જ છે જેનો દરેક લોકોએ લાભ લેવો જોઇએ, તમામ લોકોને આ સંકલ્પ રથ વિશે માહિતી આપી સરકારની વિવિધ યોજનાનો લાભ અન્ય લોકોને અપાવવો જોઇએ એમ કહી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઇને લાભ લેવા માટે અપીલ કરી હતી.
વધુમાં તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને આઇસીડીએસ વિભાગ પાસે પોષણયુક્ત આહારના મહત્વ વિશે, આરોગ્ય વિભાગ પાસે આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ વિશે અને કૃષિ વિભાગ પાસે કૃષિને લગતી તમામ યોજનાઓ વિશે માર્ગદર્શન મેળવવા માટે અનુરોધ કર્યો હતો.
આ વેળાએ મહાનુભવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
YP/GP/JD
(Release ID: 1985059)
Visitor Counter : 121