માહિતી અને પ્રસારણ મંત્રાલય
સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત રહી છેઃ નાંદોદ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ
પીએમ આવાસ યોજના થકી ગરીબોના રહેઠાણનું ચિત્ર બદલ્યું : ગરીબ કુટુંબોને મળ્યું સુવિધાયુક્ત પાકું ઘર
સરકારે આપ્યો આર્થિક ટેકો, પીએમ આવાસ યોજના થકી અમારા પાકા મકાનનુ સ્વપ્ન પૂર્ણ થયુ :- લાભાર્થીશ્રી દેવસિંગભાઈ એમ. વસાવા
Posted On:
11 DEC 2023 3:49PM by PIB Ahmedabad
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નાંદોદ તાલુકાના રાણીપરા ગામે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નીહાળી ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત રહી છે. છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ આવરીને લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકારે મહત્વના પ્રયાસો આદર્યા છે. સરકારે મહિલાઓ, યુવાનો, ખેડૂતો સહિત બાળકો-કિશોરીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખ્યું છે.
વધુમાં ધારાસભ્યશ્રી ડો.દેશમુખે જણાવ્યું કે, સરકાર પ્રજાની તમામ સમસ્યાઓના નિવારણ માટે હરહંમેશ પ્રયત્નશીલ રહી છે. સરકારની પ્રત્યેક યોજનાઓનો લાભ લઈને અન્ય લોકોને માર્ગદર્શિત કરવા ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર માટે જીવનમાં બે મહત્વના મોટા કાર્યોમાં એક લગ્ન પ્રસંગ અને બીજુ પરિવાર માટે સુરક્ષિત પાકું મકાન બનાવવાનું સ્વપ્તન હોય છે. ઘરના પ્રમુખ પર બાળકોના ભણતરનો ખર્ચ, પત્નીની જરૂરિયાતો, માતા-પિતાની કાળજી સહિતની તમામ જવાબદારીઓ હોય છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પિતા શરૂઆતથી જ ઉચ્ચ શિક્ષણમાં લાગનાર ખર્ચનો અંદાજ લગાવીને બચત શરૂ કરી દે છે, વધુમાં દીકરા-દીકરીના લગ્ન માટે પણ બચત શરૂ કરી દે છે.
એવામાં, ભણતર અને લગ્નની ચિંતામાં પાકા મકાનનું સ્વપ્ન, સ્વપ્ન જ રહી જાય છે. દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ દરેક ક્ષેત્રના વિકાસ અને છેવાડાના વંચિત માનવી સુધી પહોંચીને તેમની નાનામાં નાની જરૂરિયાતોની દરકાર લીધી છે. પ્રધાનમંત્રીશ્રીએ પ્રત્યેક ગરીબ અને મધ્યમવર્ગની ચિંતા કરીને પાકા મકાનથી વંચિત લાભાર્થીઓના સપનાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર કર્યુ છે.
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' તરોપા ગામે પહોંચતા ત્યાનાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીશ્રી દેવસિંગભાઈ એમ. વસાવા ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પોતાના પાકા મકાનના સપનાની અનુભૂતિને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરતા જણાવે છે કે, વર્ષોથી પાકા મકાનમાં રહેવાની ઇચ્છા હતી. વરસાદના સીઝનમાં ખુબ મુશ્કેલી વેઠી છે. છત અને દરવાજા વાટેથી ઘરમાં પાણી આવવાથી ઘરવખરીનુ સામાન બગડતુ હતુ. વરસાદની સીઝનમાં મારા બાળકોને ભુખ્યા સુવુ પડ્યું છે. વધુમાં પાણીના કારણે મચ્છર થતા બિમારીની શક્યતાઓ વધતી હતી. અમે ખુબ મુશ્કેલી વેઠી છે.
વધુમાં લાભાર્થીશ્રી સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી અમને ગ્રામસભા દ્વારા મળી હતી. આ યોજના થકી સરકારના આર્થિક ટેકના કારણે જ હું મારા પરિવારને એક પાકુ અને સુરક્ષિત મકાન આપી શક્યો છું.
નોંધનીય છે કે, ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને પોતાનું પાકું મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 1.20 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ પરિવારોના રહેઠાણની સુવિધા બદલાઈ છે.
નર્મદા જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' નાંદોદ તાલુકાના રાણીપરા ગામે પહોંચતા 'મેરી કહાની, મેરી જુબાની' કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની અનુભૂતિ અંગે લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળવાર્તા રજૂ કરી હતી.
આ પ્રસંગે રાણીપરા ગામની દીકરી નિર્જલાબેન એસ. વસાવાએ પોતાની સફળવાર્તા ગ્રામજનો સમક્ષ રજૂ કરતા જણાવ્યું કે, મને પૂર્ણાશક્તિના માસિક ચાર પેકેટનો લાભ મળે છે, જેનાથી હું અવનવી વાનગીઓ તૈયાર કરીને આરોગુ છું. આ યોજનાના લાભથી મારું લોહી અને વજન વધ્યું છે. મારા પોષણસ્તરમાં પણ સારો સુધારો થયો છે. અમને દર શનિવારે પોષણની સાથે માસિક ચક્ર, આરોગ્ય, સ્વચ્છતા તેમજ મહિલા સશ્કિતકરણ માટે અનેકવિધ મુદ્દાઓ અંગે જાગૃત કરવામાં આવે છે.
આ વેળાએ આયુષ્માન કાર્ડના લાભાર્થી શ્રીમતી કરીનાબેન વસાવા જણાવે છે કે, આયુષ્માન કાર્ડના કારણે સીઝેરીયન સેવાઓ તથા મારી વિનામૂલ્યે પ્રસુતિ થઈ છે. આ માટે અમને એક પણ રૂપિયો ખર્ચવો પડ્યો નથી. જે બદલ શ્રીમતી વસાવા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.
ગરૂડેશ્વરના પાનતલાવડી ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' પહોંચતા 'મેરી કહાની, મેરી જુબાની' કાર્યક્રમ હેઠળ સરકારની વિવિધ યોજનાકીય લાભોથી પોતાના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની અનુભૂતિ કરતા લાભાર્થીઓએ ગ્રામજનો સમક્ષ પોતાની સફળ વાર્તાઓ રજૂ કરીને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી શ્રી જફરુલ્લાખાન ઠાકોર જણાવે છે કે, સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ખુબ બહુમૂલ્ય છે. પરિવારનું એક પણ સભ્ય બિમાર પડે ત્યારે ખર્ચની ચિંતા કર્યા વગર દવાખાના દરવાજે પહોંચી જઈએ છીએ. કેટલો ખર્ચો થશે તેની ચિંતા નથી. પણ બિમારી ખર્ચાળ હોય તો ત્વરિત નાણાની સુવિધા કંઈ રીતે કરવી?
YP/JD
(Release ID: 1984986)
Visitor Counter : 133