માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા

Posted On: 10 DEC 2023 7:00PM by PIB Ahmedabad

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કોઈ જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના મહેસાણા જિલ્લાના સદુથલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઘરે બેઠા સરકારની યોજનાઓ લાભ મળે તે દિશામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેવાડાના માનવી સુધી પહોંચી છે. સરકારની યોજનાઓના લાભ થકી લાભાર્થીના જીવનમાં સામાજિક પરીવર્તન આવ્યા છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓને લાભ સહાય વિતરણ કર્યું હતું અને ગ્રામજનો સાથે વાતચીત કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની વિવિધ જનહિત યોજનાઓ તેમજ રાજ્ય સરકારની યોજનાઓના વ્યાપક લાભ જન જન સુધી પહોંચાડવા આ યાત્રા યોજાઈ રહી છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારીને સો ટકા જનજન સુધી પહોંચાડવાના  હેતુથી દેશભરમાં તા.15 નવેમ્બર, 2023થી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' શરૂ કરાવી છે. આ યાત્રા અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણ યોજનાઓના લાભ અને માહિતી છેક ગ્રામીણ વિસ્તારોમાં પહોચી રહી છે અને સેચ્યુરેશનનો વિચાર સાકાર થઈ રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સદૂથલામાં પ્રમાણપત્ર વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તેમને મળેલા લાભથી પોતાના જીવનમાં આવેલ પરિવર્તનની વાત 'મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત રજૂ કરી હતી. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

YP/JD


(Release ID: 1984779) Visitor Counter : 99