કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ


દેશભરમાંથી આવેલા કારીગરો દ્વારા હસ્તકલાની વિવિધ વસ્તુઓના પ્રદર્શન સહિત વેચાણ માટેના 100થી વધુ સ્ટોલ

Posted On: 09 DEC 2023 6:00PM by PIB Ahmedabad

શ્રીમતી દર્શનાબેન જરદોશ કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઈલ રાજ્યમંત્રીના હસ્તે અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત હસ્તકલા પ્રદર્શન મેળો ‘ગાંધી શિલ્પ બજાર’નો પ્રારંભ કરાયો હતો. જેમાં તા.9થી 15 ડિસેમ્બર સુધી દેશભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરો દ્વારા બનાવાયેલી ઉત્કૃષ્ટ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.

ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાંથી અહીં આવેલા કારીગરો દ્વારા હેન્ડલૂમ કપડા, ચપ્પલ, બેગ્સ, ઘરેણા, ગૃહ સુશોભનની વસ્તુઓ અને માટીના વાસણો જેવી વિવિધ હાથ બનાવટ અને કલાકારીગરીની ચીજવસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષે તેવી છે.

YP/JD


(Release ID: 1984509) Visitor Counter : 106