માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સુરાશામળ ગામે આગમન


ભારત સરકાર દ્વારા દસ વર્ષથી વિવિધ યોજનાઓ ચાલી રહી છે. લોકો યોજનાઓનો સો ટકા લાભ લે અને બાકી રહી ગયેલાઓ પણ ઘર આંગણે લાભ લે તે માટે વિકસિત સંકલ્પ યાત્રા તમારા ઘરે આવી છેઃ દેવુસિંહ ચૌહાણ-કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પીઆઇ બી ગુજરાત રિજિયનના એડીજી પ્રકાશ મગદુમ, ડીડીઓ શિવાની ગોયલ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિ રહી

Posted On: 09 DEC 2023 4:44PM by PIB Ahmedabad

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સુરાશામળ ખાતે આવી પહોંચતા, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પી આઈ બી ગુજરાત રિજિયનના એ.ડી.જી શ્રી પ્રકાશ મગદુમ, ડીડીઓ શિવાની ગોયલ અગ્રવાલ, પ્રાંત અધિકારી કે.એસ. સુવેરાની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભ અપાયા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાઇવ સાંભળ્યા હતા. સમગ્ર શુરાસામળ ગામ તથા પરા વિસ્તારના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે તાલી બે હાથે વાગે. તે વાક્યને સમજાવતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર લાભ આપવા બેઠી છે. પરંતુ આમ પ્રજા વિવિધ યોજનાઓનો લાભ ના લે તો બીજી તાલી કઈ રીતે વાગે... મોદી સરકારે સંકલ્પ વિકસિત ભારત યાત્રા કાઢવાનું મુખ્ય કારણ ગ્રામ્ય કક્ષાએ સરકારની વિવિધ યોજનાઓ થી માહિતગાર કરવાનો તથા આપવા પાત્ર તમામ નાગરિકોને ઘેર બેઠા લાભ પહોંચાડવાનો છે. તેઓએ વધુમાં ગ્રામજનો ને જણાવ્યું આ સંકલ્પ યાત્રા આવી છે. શેનો સંકલ્પ છે.... મોદીજીની ગેરંટીની ગાડી શું છે..તે શેની ગેરંટી આપે છે..? આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત થતા હશે, અને આ જ પ્રશ્નોમાં જવાબ માટે સંકલ્પ યાત્રા અહીં આવી છે.તેની વિસ્તૃત જાણકારી આપી હતી. ભારતને વિકસિત બનાવવા મારો -તમારો -આપણો સાથ જરૂરી છે. તે જણાવી ગરીબોના જીવનમાં પરિવર્તન લાવવા દસ વર્ષથી વિવિધ યોજનાઓ ચાલી રહી છે તેમજ વિકસિત અને વિકાસશીલ દેશ કોને કહેવાય તે અંગેની વાત કહી વધુમાં તેમણે જણાવ્યું કે ભારત વિકાસશીલ દેશમાં આવતો સૌથી મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે. 135 કરોડ લોકોનું જીવન ધોરણ સુધરયુ છે અને મોટા પ્રમાાણમાં લોકોને શૌચાલય ગેસ, વીજળી, પાકુ ઘર, આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓના લાભ મળ્યા છે.

આ પ્રસંગે ઉપસ્થિત લાભાર્થીઓને પણ સાંભળ્યા હતા અને વિકસિત ભારત બનાવવા સંકલ્પ પણ લીધો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર્રભાઈ મોદી દ્વારા લાઈવ પ્રશ્નોત્તરી થઈ અને તેમને સાંભળ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, પી.આઈ.બી ગુજરાત રિજિયનના એડીજી શ્રી પ્રકાશ મગદુમ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ સહિત ગામના સરપંચ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાઓના સ્ટોલ પર જઈ જાત માહિતી પણ મેળવી હતી.

CB/GP/JD


(Release ID: 1984466) Visitor Counter : 177