માનવ સંસાધન વિકાસ મંત્રાલય

સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતનો દીક્ષાંત સમારોહ યોજાયો, 332 વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી પદવીઓ

Posted On: 08 DEC 2023 7:16PM by PIB Ahmedabad

સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતનો દીક્ષાંત સમારોહ યોજાયો. ેમાં 332 વિદ્યાર્થીઓએ પદવીઓ પ્રાપ્ત કરી હતી.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિતે શુક્રવારે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના પાંચમા દીક્ષાંત સમારોહને મુખ્ય અતિથિ તરીકે સંબોધતા  જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં એક મોડેલ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નો અમલ કરીને વિદ્યાર્થીઓના સંપૂર્ણ વ્યક્તિત્વને ઘડવાનું કામ કર્યું છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો ઉદાહરણીય છે.

CB/GP/JD



(Release ID: 1984149) Visitor Counter : 78