માહિતી અને પ્રસારણ મંત્રાલય

સિક્કા નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન


સિક્કા નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં નગરજનોને વિવિધ યોજનાકીય લાભો અપાયાં

Posted On: 07 DEC 2023 6:14PM by PIB Ahmedabad

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. પ્રમુખશ્રી, સિક્કા નગરપાલિકાના અધ્યક્ષ સ્થાને સિક્કા માધ્યમિક શાળાના પટાંગણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું.

સિક્કા માધ્યમિક શાળા ખાતે રથની સાથે આ રથના ઉદેશ્ય વિષે આવેલા તમામને અવગત કરાવવામાં આવેલ. ત્યારબાદ આ રથ પરથી જ લગાવેલ ટીવી સ્ક્રીન મારફત પ્રધાનમંત્રીશ્રીનો ભારતના નાગરિકને આ રથના ઉદેશ્ય અને મળતા લાભ અને વિવિધ યોજનાના ફેલાવા અને યોજનાથી વંચિત સુધી યોજનાનો લાભ મળે તે હેતુસરનો સંદેશનું ચયન આવેલ તમામ જન સમૂહો દ્વારા કરાવવામાં આવેલ. આ રથના ઉદેશ્યને જાણી અને આવેલા તમામા લોકો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

સિક્કા નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા મળેલ વિવિધ યોજના અંગેના લાભો અંગે તેઓના મુખેથી “મારી વાર્તા મારા શબ્દોમાં“ અનુભવો સાંભળવા આવેલ.સિક્કા માધ્યમિક શાળા ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “ધરતી કહે પુકાર કે”  અને “સ્વચ્છતા” અંગેના ગીત પર સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

 

કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં ગ્રામજનોની ટી.બી. સિકલ સેલ સહીતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના પીએમ સ્વનિધી, પીએમ આવાસ યોજના (શહેરી), આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, આધાર કાર્ડ, પીએમ ઉજ્જ્વલા વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.



(Release ID: 1983698) Visitor Counter : 120