માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

અરવલ્લીના માલપુર તાલુકાના મંગલપુર ગ્રામ પંચાયતના સરપંચનો મહત્વપૂર્ણ નિર્ણય, એક જ દિવસમાં 203 લાભાર્થીઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો આપ્યો લાભ


વિકસિત ભારત સંકલ્પ યાત્રા હવે લોકોને દ્વાર: અરવલ્લીના માલપુર તાલુકાની મંગલપુર પંચાયતનો લોકહિતમાં નિર્ણય

Posted On: 07 DEC 2023 5:56PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓ ઘર આંગણે મળે અને સુવિધાપૂર્ણ માહિતી પહોંચી શકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જેનો લાભ લોકો સુધી પહોંચી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ આ યાત્રા પહોંચી લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે અને જરૂરી માહિતી પણ લાભાર્થીઓ પહોંચે તેવા પ્રયાસ કેન્દ્ર સરકારનો છે. આ યાત્રાને લોકો હોંશેહોંશે આવકારી રહ્યા છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલ અરવલ્લી જિલ્લામાં પહોંચી છે, જ્યાં માલપુર તાલુકામાં પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રાથી પ્રભાવિત થઈને માલપુર તાલુકાની મંગલપુર ગ્રામ પંચાયતના સરપંચે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો અને ગામના તમામ લોકોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સુરક્ષી વીમા યોજનાનો લાભા આપવાનો નિર્ણય કર્યો છે, જેમાંથી એક જ દિવસમાં 203 લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો છે. મંગલપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચ દીપલબહેન ચિરાગભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરીને 470 મકાનોમાં રહેતા દરેક ગ્રામજનોને એક્સિડેન્ટ પોલિસી એટલે કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમો આપવાનો નિર્ણય કરાયો હતો, જેમાંથી એક જ દિવસમાં 203 લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્યો હતો. મંગલપુર ગ્રામ પંચાયતના સરપંચ દીપલબહેન ચિરાગભાઈ પટેલ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને આવકાર્યો હતો અને આગામી તમામ પોલિસીનું એક વર્ષ સુધી પ્રીમિયમ પંચાયત દ્વારા ભરી દરેકને આપવામાં આવશે.

માલપુર તાલુકાના મંગલપુર ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર સરકારની અન્ય યોજનાઓનો લાભ પણ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે માલપુર તાલુકાના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા, ઉપપ્રમુખ, મહામંત્રી ભાજપા સંગઠન ના હસમુખભાઈ પટેલ અને માલપુરના તાલુકા વિકાસ અધિકારી ભૌમિકસિંહ રાઠોડ તેમજ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, ક્વોલિટી મેડિકલ ઓફિસર અને સરપંચ સહિત પંચાયતના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો.

CB/GP/JD


(Release ID: 1983685) Visitor Counter : 110