માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

વાલોડ તાલુકાના નાનસાડ ગામમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો કાર્યક્રમ યોજાયો


"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત તાપી જિલ્લામાં ગ્રામજનો સહિત નાનાભુલકાઓએ 'વિકસિત ભારત' માટે પ્રતિજ્ઞા લીધી

કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું

Posted On: 05 DEC 2023 2:51PM by PIB Ahmedabad

તાપી જિલ્લામાં 30 નવેમ્બરથી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો શુભારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજ રોજ વાલોડ તાલુકાના નાનસાડ ગામમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો કાર્યક્રમ જિલ્લા પંચાયત સભ્યશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

કાર્યક્રમ સ્થળે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથના માધ્યમથી લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ગ્રામજનો દ્વારા આ રથોનું કુમકુમ તિલક કરી ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન યોજના, પોષણ અભિયાન, જલજીવન મિશન સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વાગત ગીત, સ્વચ્છતા ગીત તેમજ 'ધરતી કહે પુકાર કે..' સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.

"મેરી કહાની, મેરી જુબાની" હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આરતીબેન સોનીએ ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવતી વિવિધ તાલીમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાર્યક્રમ સ્થળ પર જ આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચેકઅપ  કેમ્પમાં  ગ્રામજનોએ આરોગ્યની તપાસ કરાવી હતી.

CB/GP/JD


(Release ID: 1982646) Visitor Counter : 168