માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રેલવે અને કપડા રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થયા


કેન્દ્રીય મંત્રીએ પાત્રતા ધરાવતા લોકોને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કર્યું

Posted On: 02 DEC 2023 8:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે અને કપડા રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આજે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ થયા હતા. ઓલપાડ તાલુકાના વડોલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની મુલાકાત લઈને મંત્રીએ લાભાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે વડોલીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ પાત્રતા ધરાવતા લોકોને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કર્યું હતું. 

ઓલપાડ તાલુકાના બડોલી ગામે ડ્રોન દ્વારા ખેતી થાય છે, જે પ્રત્યક્ષ નિહાળીને ખેતીમાં આધુનિકતા અપનાવવા બદલ ધરતીપુત્રોને અભિનંદન પાઠવ્યા.

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમત દર્શનાબેન જરદોશે ઓલપાડ તાલુકામાં પ્રધાનમંત્રી દ્રારા શરુ કરેલ 'ડ્રોન દીદી' યોજનાની ખેતી સાથે જોડાયેલ મહિલાઓની મુલાકાત લઈને તેનું નિદર્શન નિહાળ્યું હતું. ખેતીને આધુનિકતા આપવા માટે તેમણે ધરતી પુત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

CB/GP/JD


(Release ID: 1981993) Visitor Counter : 127