માહિતી અને પ્રસારણ મંત્રાલય
નડીયાદ તાલુકાના ભૂમેલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત,
મહુધા તાલુકાના ખુંટજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ઉમળકાભેર આવકાર
Posted On:
01 DEC 2023 5:06PM by PIB Ahmedabad
સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા. 01/12/2023ના રોજ નડીઆદ તાલુકાના ભુમેલ ગામે પહોંચી હતી. જેમાં નડીઆદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ મેઘાબેન અલ્પેશભાઇ પટેલ, માજી. જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ તથા સરપંચશ્રી ભૂમેલના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી સર્ગભા માતાને કિટ, કિશોરીપુર્ણા કીટ, સ્વજલધારા યોજનામાં સરપંચશ્રીને પ્રમાણપત્ર, ખેતીવાડી વિભાગ તરફથી સોઇલ હેલ્થ કાર્ડ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એનીમિયા તથા ટીબી નિદાન માટે નાના સ્ટોલ, આધારકાર્ડ, કિસાન કેડિટ કાર્ડ દીનદયાળયોજના, ઉજ્જવલા યોજના, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ, પોષણ યોજનાની જાણકારી આપતા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ધરતી કરે પુકાર નાટક અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંદેશના વીડિયોના માધ્યમથી નિહાળવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ માટે શપથ લેવામાં આવી હતી. આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રાકૃતિક ખેતી યોજના તથા આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આગામી તા. 24/12/2023 સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આ રથ ખેડા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતિ લોકો સુધી પહોંચાડશે. આ કાર્યક્રમમાં ભૂમેલ ગ્રામ સરપંચશ્રી, અગ્રણીઓ તેમજ સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મહુધા પ્રાંત અધિકારી શ્રી વિમલ ચૌધરીની અધ્યક્ષતામાં ખુંટજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ખેડા જિલ્લાના ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત મહુધાના ખુંટજ ગામ ખાતે મહુધા પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો. મહુધા પ્રાતં અધિકારી દ્વારા ખુંટજ ગામના સરપંચશ્રીને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું તથા યોજનાકીય લાભ આપતા સ્ટોલની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ખુંટજ ગામના લોકોને વિવિધ યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યુ હતુ તથા ઉપસ્થિત અધિકારીઓ દ્વારા લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આઈસીડીએસ, આરોગ્ય શાખા, ખેતીવાડી, પીએ આવાસ યોજના(ગ્રામીણ), દીન દયાલ ઉપાધ્યાય (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન), નલ સે જલ, વિશ્વકર્મા સહિત યોજનાકીય બાબતોની જાણકારી આપતા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા ખુટંજ ગામના લોકોને સરકારની યોજનાઓની માહિતિ આપી લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંદેશના વીડિયોના માધ્યમથી નિહાળવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ માટે શપથ લેવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન જનધન યોજના, દિન દયાલ અંત્યોદય રાશન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, વિધવા સહાય, પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસ યોજના, આયુષ્યમાન કાર્ડ, માતૃ વંદન યોજના સહિત યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ લાભની વાત કરી અન્ય લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેથલીના ડો. અલ્પેશ પટેલ દ્વારા ગામના ખેડૂતોને રાસાયણિક ખાતરોની આડ અસર વિશે માહિતિ આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી. અને દંતોપત ઠેંગડી એવોર્ડ વિજેતા શ્રી મેબલબેન દ્વારા હસ્તકલા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તાલુકા પંચાયત સભ્યશ્રી દ્વારા ગામના વિકાસની વાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ખુંટજ ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી 21 ડિસેમ્બર સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આ રથ મહુધા તાલુકાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી પહોંચાડશે.
આ કાર્યક્રમમાં મહુધા નાયબ મામલતદારશ્રી, તાલુકા હેલ્થ ઓફીસરશ્રી, તાલુકા પંચાયત સભ્યશ્રી, ખુંટજ સરપંચશ્રી, ડેપ્ટી સરપંચશ્રી, તલાટીશ્રી, મુખ્ય સેવિકાશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલીથી પ્રતિનિધિશ્રી, પ્રા.શાળા આચાર્યશ્રી, આશાવર્કરો, ગ્રામ સેવક, ગ્રામ પંચાયતના સભ્યો, દૂધ મંડળી સેક્રેટરી, આરોગ્ય વિભાગના કર્મચારી સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓ અને ગ્રામ સેવકો જોડાયા હતા.
CB/GP/JD
(Release ID: 1981594)
Visitor Counter : 140