માહિતી અને પ્રસારણ મંત્રાલય
દમણના ભીમપોર ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત
प्रविष्टि तिथि:
01 DEC 2023 4:35PM by PIB Ahmedabad
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના ભીમપોર ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભીમપોર ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં દમણ દીવ સાંસદ લાલુ ભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સીઈઓ આશિષ મોહન, જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ,નગર પાલિકાના પ્રમુખ અસ્પિ દમણિયા, સરપંચ શાંતિ પટેલ, ભાજપના પ્રમુખ દીપેશ ટંડેલ સહિત અનેક સભ્યો હાજર હતા.

કાર્યક્રમમાં સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના કલાકારો દ્વારા ધરતી કરે પુકાર કાર્યકામનું આયોજન કરવામાં આવ્યું. ભીમપોર પંચાયત ઓડીએફ પ્લસ અને હર ઘર જળ યોજનામાં પ્રથમ હોવાથી સરપંચ શાંતુ પટેલને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું. ભીમપોર પંચાયત વિસ્તારના બેસ્ટ આંગણવાડી કર્મચારી અને હરીફાઈમાં વિજેતા વિધાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીની યોજનાઓના લાભાર્થીઓ દ્વારા મેરી કહાની મેરી ઝુબાનીમાં પોતાના અનુભવો જણાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિભિન્ન યોજનાઓના સ્ટોલ હતા, જેમાં લાભાર્થીઓને લાભ અને માહિતી આપવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભીમપોરના પટેલ ફળીયા, મહયાવંશી ફળીયા, ભાંડરવાડ, કુંડ ફળીયા, મોટી વાંકડ સહિત અન્ય વિસ્તારોમાં ફરીને નુકકડ નાટક અને વીડિયો ફિલ્મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1981561)
आगंतुक पटल : 198