પ્રધાનમંત્રીનું કાર્યાલય

વડોદરામાં વિવિધ સરકારી વિભાગો 96 યુવાઓને રોજગારીપત્રો વિતરણ કરાયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ


કેન્દ્રીય મંત્રી સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે અમદાવાદમાં નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ


રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક કદમ છેઃ
શ્રી રૂપાલા

Posted On: 30 NOV 2023 7:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે દેશભરમાં 37 સ્થળોએ યોજાયેલ રોજગાર મેળોમાં 51 હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.વડોદરા સ્થિત એફજીઆઈ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ 11માં રોજગાર મેળામાં ડેરી અને પશુપાલન પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મેયર પિન્કીબેન સોની, સહિત અન્ય ધારાસભ્યોના હસ્તે નવ નિયુક્ત ઉમેદવારોને રોજગારી પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે.જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલયનો સમાવેશ થાય છે. આજે સીજીએસટીના 74 ઉમેદવારો,રેલવેના 11, બેંક ઓફ ઇન્ડિયાના ૫ પોસ્ટના 3 અને કેન્દ્રીય વિદ્યાલયના 3 મળી કુલ 96 યુવાનો યુવતીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે રોજગારી પત્રો નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે,રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે એવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યું કે નવ યુવાનો નવીન વિચારો અને ભૂમિકા સંબંધિત કુશળતાઓ સાથે અન્ય બાબતો ઉપરાંત દેશના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને મજબૂત કરવાના કાર્યમાં યોગદાન આપશે.જે પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મદદ મળશે.

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું એ કરી બતાવ્યું છે.મનવનિયુક્ત કર્મીઓ વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવામાં પોતાનું યોગદાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કરી તેમને અભિનદન પાઠવ્યા હતા.

નવા સામેલ થયેલા ઉમેદવારો આઇજીઓટી કર્મયોગી પોર્ટલના ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવામાં આવશે.આ માટે 800થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

દસ લાખ નોકરીઓનું સર્જન કરવાના સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં 11 મો રોજગાર મેળા નું આયોજન આજે કરવામાં આવ્યું જેમાં 51,000 લોકોને રોજગારી માટેના નિમણૂક પત્ર જુદી જુદી ભારત સરકારની કચેરીઓમાં નોકરી માટે આપવામાં આવ્યા હતા દેશ માં 37 સ્થળો પર કાર્યક્રમ યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા જેમાં 30 ટકા મહિલાઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા જે અંતર્ગત અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના યજમાન પદે આ 11મો રોજગાર મેળો દિનેશ હોલ ખાતે યોજાઈ ગયો. જેમાં સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણના હસ્તે રોજગારી પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે યુવાઓને સરકારી નોકરી મળે તે એક સપનું લાગતું હતું પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દસ લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવી રહ્યું છે જેનાથી યુવાઓના સપના સાકાર થતા હોય તેમ લાગી રહ્યું છે તેમના યુવાઓને સરકારી નોકરીના માધ્યમથી દેશ સેવા કરવાની તક પ્રાપ્ત થઈ હોવાનું જણાવ્યું હતું અને દેશ સેવા ના માધ્યમથી નાગરિકોને મદદરૂપ થવા આહવાન કર્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં કુલ 97 યુવાઓને રોજગાર નિમણૂક પત્રક એનાયત કરવામાં આવ્યા હતા સરકારી વિભાગો જેવા કે સીબીડીટી, પોસ્ટ ,મિનિસ્ટ્રી ઓફ હેલ્થ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાસિયલ સર્વિસ એફસીઆઇ ,ડિફેન્સ એમ કુલ 97 યુવાઓને સરકારી નોકરી પ્રાપ્ત થઈ હતી  આ પ્રસંગે સાંસદ નરહરી અમીન હસમુખભાઈ પટેલ  અમદાવાદના મેયર પ્રતિભાબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય આઈકર આયુક્ત દ્વારા દેવુસિંહ ચૌહાણનું સ્વાગત કરવામાં આવ્યું હતું



(Release ID: 1981304) Visitor Counter : 65