માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી .
Posted On:
30 NOV 2023 4:56PM by PIB Ahmedabad
સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ મિશ્રા દ્વારા ફ્લેગ આપીને આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. સર્વ પ્રથમ દુનેઠા પંચાયત વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવ્યું.જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.કાર્યકમમાં અનેક યોજનાઓની ફિલ્મ દેખાડવામાં આવી હતી.

મેરી કહાની મેરી ઝુબાનીમાં લાભાર્થીઓ દ્વારા પોતાના અનુભવો અને યોજનાઓના લાભોને માહિતી આપી હતી. લોકો દ્વારા શપથ પણ લેવામાં આવી હતી.લોકો માટે સરકારી યોજનાઓની ક્વીઝ હરીફાઈ પણ રાખવામાં આવી હતી. દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું કે દમણ દિવના લોકો ભાગ્યશાલી છે જેને ઘર બેઠા ગંગા મળી રહી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થી લોકો ને પોતાના વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજનાઓનું લાભ મળશે અને યોજનાઓ ની માહિતી પણ મળશે.પ્રધાનમંત્રીની યોજનાઓના લાભાર્થીના પોતાના અનુભવ' મેરી કહાની મેરી ઝુબાની જાણવામાં આવી તો આનંદ થાય છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દમણની 14 ગ્રામ પંચાયતમાં અલગ અલગ દિવસ ફરશે અને લોકોને યોજનાઓનો લાભ આપશે.કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની અનેક યોજનાઓ ના સ્ટોલ પણ રાખવામાં આવ્યા જેમાં લોકો ને લાભ અને માહિતી પણ આપવામાં આવી હતી.

CB/GP/JD
(Release ID: 1981167)
Visitor Counter : 128