માહિતી અને પ્રસારણ મંત્રાલય

વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શહેરના છાયાપૂરી સ્લમ વિસ્તારમાં કેન્દ્રીય મંત્રીએ કર્યું સ્વાગત


વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને ઝંડી આપી ઉત્તરસંડાથી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા નાગરિકો સંકલ્પ કરી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે જરૂરી છે: કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 50 કરોડ સામાન્ય પરિવારોના બેંક ખાતા ખોલ્યા જેમાં રૂપિયા બે લાખ કરોડની બચત થઈ

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશના 10 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ.બે લાખ કરોડની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવી છે

Posted On: 30 NOV 2023 3:43PM by PIB Ahmedabad

વડોદરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રીજા દિવસે મહાનગર પાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ 1માં સરકારી યોજનાના લાભો આપવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ, મેયર પિન્કીબેન સોની ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વ મહાનુભાવોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું કુમકમ તિલક કરીને પૂષ્પોથી વધાવીની સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ અને યોજનાઓના લાભાર્થીઓ લોકોએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જન ઔષધિ યોજનાના લાભાર્થીને કરેલ ઉદબોધન અને સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.


વડોદરામાં છાણી વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહનોભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છાણી ખાતે લાભાર્થી માટે યોજયેલ કેમ્પમાં આરોગ્ય લક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત, ઉજવલા યોજના, વીજ યોજના પી.એમ.સ્વ નિધિ યોજનાના દસ કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા. લાભાર્થીઓએ મોટી સંખ્યા માં ઘર આંગણે યોજલેલ સરકારી યોજના ના લાભો મેળવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરષતોમ રૂપાલાએ ઉપસ્થિત લોકોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આવનારા 25 વર્ષોમાં ભારતના સર્વાંગી વિકાસમાં બધાએ પોતાનું યોગદાન આપવા માટેના સંદેશો આપવા માટેનો હેતુ છે.વિકસિત ભારતના પ્રધાનમંત્રીના સંકલ્પની સાથે ભારત વાસીઓએ પણ સંકલ્પ કરીને ભારતનો વિકાસ કરવામાં સહભાગી થાય એ જરૂરી છે. ઉપસ્થિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને મળતી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.



આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ,ધારાસભ્યો સર્વ શ્રી યોગેશભાઈ પટેલ,મનીષાબેન વકીલ,કેયુરભાઈ રોકડિયા,ચૈતન્યભાઈ દેસાઈ, અગ્રણી વિજયભાઈ શાહ, મહાનગરપાલિકાના હોદ્દેદારો, નગરસેવકો અને લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આજરોજ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ગામ પુરસ્કૃત ઉત્તરસંડા ખાતેથી" વિકસિત ભારત સંકલ્પ યાત્રા" ને લીલી ઝંડી આપી કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, ઉત્તર સંડાના યુવા સરપંચ ઈશિત પટેલ, કલેકટર કે એલ બચાણી, ડીડીઓ શિવાની ગોયલ અગ્રવાલ સહિત ઉપસ્થિત મહાનુભાવો એ પ્રસ્થાન કરાવ્યું હતું. તે અગાઉ ત્યાં રાખવામાં આવેલા વિવિધ સ્ટોલ ખાસ કરીને ઉજ્વલા યોજના, નહેરુ યુવા કેન્દ્ર, જિલ્લા આરોગ્ય, આઈ સી ડી એસ, જિલ્લા ખેતીવાડી શાખા ની મુલાકાત લીધી હતી. તેમજ એક કાર્યક્રમમાં દીપ પ્રજવલિત કરી ઉતરસંડા તેમજ આજુબાજુના ગામડાઓના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અર્પણ કરાઈ હતી. આ પહેલા ઉપસ્થિત સૌ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશો સાંભળ્યો હતો. અને વડાપ્રધાન શ્રી દ્વારા લાઈવ નિહાળ્યું હતું.

આ પ્રસંગે ઉતરસંડા ગામના યુવા સરપંચ ઈશિત પટેલે સ્વાગત કરતા જણાવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત ઉત્તરસંડાથી કરવામાં આવી છે. તે માટે આભાર વ્યક્ત કરી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે આશાઓના સૂર્યોદય સાથે 2080 નુ વર્ષ નવા ઉત્સાહનું પર્વ લઈને આવ્યું છે. કંઈક નવું કરવાના સંકલ્પથી આ યાત્રા નીકળી છે. ત્યારે લાભાર્થીઓને સીધા લાભ મળી રહે છે. તે મોટી વાત છે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ અર્પણ કરતા અને દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરતાં જણાવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રા સધ્યેય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ લાલ કિલ્લા ઉપર થી દીક્ષિત ભારતના સંકલ્પ સાથે 25 વર્ષના કાર્યકાળ ની વાત સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે અને લોકોને આપવાના લાભ ઘેર બેઠા લોકોને મળે તે મુખ્ય હેતુ છે. તેમ જણાવી ભારતમાં થયેલ વિકાસની બાબતે આમ પ્રજામાં વિશ્વાસ ઉભો થયો છે. તે જણાવી વિકાસશીલ દેશ અને વિકસિત દેશ વચ્ચે નો તફાવત જણાવી, વિકસીત દેશની પરિભાષા શું છે. તેની જાણકારી આપી હતી. અને વિકાસશીલ દેશ તરીકે ભારત 140 કરોડથી વધુ જનસંખ્યા ધરાવતો વિકસિત દેશ છે. આ દેશને વધુ વિકસિત બનાવવા સરકાર પૂરતી નથી તેમાં જન ભાગીદારી જરૂરી છે. તેમ જણાવી ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં ઉતરસંડા ગામ જન ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. તેનો યસ યુવાન સરપંચ ઈશિત પટેલ તથા તેમની ટીમ અને અહીંના રહીશોને જાય છે. વધુમાં તેમને જણાવ્યું કે આઝાદીની જેમ વિકસિત ભારત માટે જન આંદોલન જરૂરી છે. તેમ જણાવી લોકોને વીજળી રસ્તા આરોગ્ય શિક્ષણ વીમા કવચ મળી રહ્યું છે. તે આનંદની વાત છે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓએ શું લાભ મળ્યા છે આ સરકારમાંથી તેઓએ તેની વાત પણ કરી હતી. આ પ્રસંગે ઉતરસંડાના રહીશો જેઓએ રાજ્યકક્ષાએ રાષ્ટ્રકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં મેડલો મેળવ્યા છે. તેઓનું સન્માનિત પણ કર્યા હતા. તથા ઇશિત પટેલનું વિસિસ્ટ સન્માન કર્યું હ

CB/GP/JD



(Release ID: 1981124) Visitor Counter : 110