માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

Posted On: 29 NOV 2023 4:25PM by PIB Ahmedabad

જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં જુદા જુદા વોર્ડ વાઇસ વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ રહી છે, ત્યારે આ યાત્રાના પ્રથમ દિવસે સાંજના સમયે વોર્ડ નંબર 2ના રામેશ્વરનગર ચોક વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી, જ્યાં ઉમળકાભેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા સૌપ્રથમ બહેનો દ્વારા રથને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યો હતો જ્યારે વોર્ડ નંબર 2ના ભાજપના નગરસેવકો જયરાજસિંહ જાડેજા તેમજ જયેન્દ્રસિંહ ઝાલા તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, મનપાના અધિકારીઓ, હાલાર જિલ્લામાં સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ આગેવાનો અને આ વિસ્તારના લોકો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા હતા.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થકી લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ મળી રહેશે. આ કાર્યક્રમમાં વિકસિત ભારત રથ મારફતે શહેરીજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓને મળેલા લાભો અંગે ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને આગળ ધપાવવા અંગે શપથ ગ્રહણ કર્યા હતા.

CB/GP/JD


(Release ID: 1980765) Visitor Counter : 123