સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારનું કામ લોકોની સમસ્યા સમજી તેનો ઉકેલ કરવાનું છે: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા


કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર, કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષ સ્થાને મોટી દાઉ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો

વિવિધ સહાયના ચેક-સન્માન લાભાર્થીઓને અર્પણ કરાયા

Posted On: 25 NOV 2023 2:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ આજરોજ મોટી દાઉ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે “ છેલ્લામાં છેલ્લી સરહદના માનવીને વિકાસની હરોળમાં લાવવા લાભાર્થીને ઘર આંગણે પહોંચી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વર્ષ 2047માં સ્વર્ણિમ  ભારતનો ધ્વજ ફરકાવવામાં આવે ત્યારે વિશ્વ ભારતના ગુણગાન ગાશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રીશ્રી ભુન્દ્રભાઈ પટેલ જનતાનું જીવન સરળ બને, સામાન્ય સુવિધા દરેકને ઉપલબ્ધ થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. દરેક વ્યક્તિ સમૃદ્ધ હોવો જોઈએ ગરીબ ને પણ અમીર જેવો અધિકાર મળવો જોઈએ તો જ દેશ સમૃદ્ધ બની શકે જેના માટે આપણે ક્યાં છીએ એના લેખા જોખા નક્કી કરવા લોકો વચ્ચે જવા માટે સંકલ્પ  વિકસિત ભારત યાત્રા યોજવામાં આવી છે.

સંકલ્પ વિકસિત ભારત યાત્રા દ્વારા દરેક નાગરિક દેશની યોજનાનો લાભ લે દરેકનું આયુષ્ય માન કાર્ડ હોવું જોઈએ ગામમાં દરેકને ઘર મળે ગેસ સિલિન્ડર મળે. કેમિકલ ખાતર નો ઉપયોગ નહીં કરીએ, નેનો યુરિયા વાપરવાનો ગામ લોકો સંકલ્પ કરે દરેક બાળકને રસી મળે, હર ઘર જલથી નલ એજ પ્રાથમિકતા છે, એમ શ્રી માંડવિયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, વિકસિત ભારત યાત્રા લઈને 2 લાખ 293 ગ્રામ પંચાયતમાં જવાનું છે.દરેક વ્યક્તિને અહેસાસ થાય મોદી સરકાર અમારા માટે કામ કરી રહી છે. દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. 

મહેસાણા જિલ્લાના કડી ખાતે ઇફ્કોના વૈજ્ઞાનિકોએ નેનો યુરિયાનું ઉત્પાદન દેશ અને વિશ્વમાં પ્રથમવાર થયો છે. નેનો યુરિયા ખાતર એક બેગ સરકાર રૂ.267માં આપે છે તે સરકારને રુ.3500માં પડે છે રાસાયણિક ખાતરની જગ્યાએ નેનો યુરિયા વાપરીએ એવી અપીલ શ્રી માંડવિયાએ કરી હતી.

 


(Release ID: 1979712) Visitor Counter : 138