સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
દૂષિત કોલ પર ડીઓટી જાહેર પરામર્શ જારી કરે છે
ડીઓટી દરેકને સલાહ આપે છે કે જોડાણ તોડવાની ધમકી આપતા કોલ પ્રાપ્ત થાય તો કોઈપણ વ્યક્તિગત માહિતી શેર ન કરો
ડીઓટી નાગરિકોને જોડાણ તોડવાની ધમકી આપતા કોલ કરતું નથી
Posted On:
24 NOV 2023 3:50PM by PIB Ahmedabad
ટેલિકોમ્યુનિકેશન વિભાગ (ડીઓટી) ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર માટે નીતિઓ, કાર્યક્રમો અને નિયમનકારી માળખું ઘડવા માટે નોડલ એજન્સી છે, જે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે, ડીઓટી દેશભરમાં વિશ્વસનીય અને સુરક્ષિત સંચાર સેવાઓ પ્રદાન કરવા આતુર છે.
ડીઓટી નાગરિકોને દૂષિત કોલ્સમાં ઉછાળા અંગે ચેતવણી આપી રહ્યું છે, જેમાં દાવો કરવામાં આવે છે કે ડીઓટી દ્વારા બે કલાકની અંદર મોબાઇલ નંબર ડિસ્કનેક્ટ કરવામાં આવશે. આ કોલ્સ વ્યક્તિઓને છેતરવા અને સંભવિત શોષણ કરવાના કપટપૂર્ણ પ્રયત્નો છે.
મહત્વની જાણકારી:
- ડીઓટી નાગરિકોને જોડાણ તોડવાની ધમકી આપતા કોલ કરતું નથી.
- નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સાવચેતી રાખે અને જો તેમને આવા કોલ્સ આવે તો કોઈ વ્યક્તિગત માહિતી પ્રદાન ન કરે.
ડીઓટી દ્વારા અપાયેલી સાવચેતીઓઃ
- ચકાસણીઃ જા તમને કોલ કોલ આવે તો જોડાણ તૂટી જવાની ધમકી આપતી હોય તો કોઈ પણ વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં. તમારા સેવા પ્રદાતાઓ સાથે આવા કોલ્સની પ્રામાણિકતાને ચકાસો.
- માહિતગાર રહોઃ સાવચેત રહો કે ડીઓટી ફોન કોલ દ્વારા જોડાણ તોડવાની ચેતવણીનો સંચાર કરતું નથી. આવા કોઈપણ કોલને શંકાસ્પદ ગણવો જોઈએ.
- બનાવોની જાણ કરોઃ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર કોઈ પણ શંકાસ્પદ કોલની જાણ કરો https://cybercrime.gov.in.
ડીઓટી સતર્ક રહેવાના, માહિતીની ખરાઈ કરવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. આ કપટપૂર્ણ કોલને પહોંચી વળવા અને સંભવિત શોષણથી નાગરિકોનું રક્ષણ કરવા માટે વિભાગ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે.
CB/GP/JD
(Release ID: 1979447)
Visitor Counter : 102