માહિતી અને પ્રસારણ મંત્રાલય
અમરેલી જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ
અમરેલી જિલ્લાના ફાળવવામાં આવેલ પાંચ રથ વિવિધ તાલુકાઓના ગામોમાં પૂર્વનિર્ધારિત આયોજન મુજબ ભ્રમણ કરશે
Posted On:
23 NOV 2023 4:51PM by PIB Ahmedabad
વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રાંગણથી પ્રારંભ થયો હતો. અમરેલી જિલ્લાને ફાળવવામાં આવેલા પાંચ અત્યાધુનિક ડિજિટલ રથને સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયા, કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલી જિલ્લામાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' પૂર્વનિર્ધારિત આયોજન મુજબ ભ્રમણ કરશે. આ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓમાં લાભ લેવામાં બાકી હોય તેવા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવશે.
રથયાત્રાના પૂર્વનિર્ધારિત રુટ મુજબ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' ધારી તાલુકાઓના ગામડાઓમાં તા.24 નવેમ્બરથી તા.29 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. જ્યારે સાવરકુંડલા તાલુકામાં તા.૨૪ નવેમ્બરથી તા. 01 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે. કુંકાવાવ તાલુકામાં તા.24 નવેમ્બરથી તા.16 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. રાજુલા તાલુકામાં આ યાત્રા તા.24 નવેમ્બરથી તા.28 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. બાબરા તાલુકામાં તા.24 નવેમ્બરથી તા.22 ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે.
'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અમરેલી તાલુકામાં તા.16 ડિસેમ્બરથી તા.18 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે. લાઠી તાલુકામાં તા.22 ડિસેમ્બરથી તા.15 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે. જાફરબાદ તાલુકામાં તા.29 ડિસેમ્બરથી તા.17 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે. ખાંભા તાલુકામાં તા. 30 ડિસેમ્બરથી તા.25 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે. લીલીયા તાલુકામાં તા.01 જાન્યુઆરીથી તા.19 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે. બગસરા તાલુકામાં તા.16 જાન્યુઆરીથી તા.25 જાન્યુઆરી, 2024 સુધી પરિભ્રમણ કરશે.
આ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17 યોજનાઓને આવરી લેવામાં આવી છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જનકલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.
CB/GP/JD
(Release ID: 1979116)
Visitor Counter : 137