માહિતી અને પ્રસારણ મંત્રાલય

મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે જિલ્લા કક્ષાનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો,


સાંસદ શારદાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ ભારત સરકારની વિવિધ યોજનાઓની સહાય આપવામાં આવી,

રૂ. 13.85 લાખના વિવિધ સહાયના ચેક લાભાર્થીઓને અપાયા,

14 લાભાર્થીઓને પીએમજેવાય કાર્ડ તેમજ આભાકાર્ડ આપવામાં આવ્યા

10 લાભાર્થીને પોષણકીટ આપવામાં આવી,

બુટ્ટાપાલડી અને હરિપુરા ગામને પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ અંતર્ગત અભિનંદન પત્ર આપવામાં આવ્યો

સ્વામીત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યા

Posted On: 22 NOV 2023 7:45PM by PIB Ahmedabad

આજ રોજ મહેસાણા તાલુકાના બુટ્ટાપાલડી ગામે મહેસાણા જિલ્લા કક્ષાનો વિકસિત ભારતનો સંકલ્પયાત્રા 2023 કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ શારદાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ સહાયના ચેક તેમજ અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા. રૂ. 13.85 લાખના  વિવિધ ચેક સહાય, પોષણકીટ તેમ જ આધાર કાર્ડ અને પીએમજેએવાય-મા કાર્ડ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા. ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પ્રાસંગિક  પ્રવચનમાં જણાવ્યું હતું કે,” ભારત સંકલ્પયાત્રા હેઠળ કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ છેવાડા સુધી પહોંચાડવા માટે સરકારે ચિંતા કરી છે. 

જિલ્લામાં સંકલ્પયાત્રાના પાંચ રથ ફરશે. જે ખરેખર પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેમને મળવા પાત્ર લાભો આપવા માટે કાર્ય કરશે. આ તકે તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો કે તમારા સંબંધી, મિત્રો સૌને વિકસિત ભારત સંકલ્પયાત્રા રથ આવે ત્યારે ત્યાં હાજર રહી રથની રૂબરૂ મુલાકાત લઈને યોજનાઓ સમજીને તેનો લાભ લેવા માટે જણાવવું.કલેકટર એમ.નાગરાજને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,” જિલ્લા કક્ષાની વિકસિત ભારત સંકલનયાત્રાનો પ્રારંભ બુટ્ટાપાલડીથી થઈ રહ્યો છે. સરકાર આપણા ઘર આંગણે વિકાસ ભેટ લઈને આવી છે. ભારત સરકારની સત્તર યોજનાની પાત્ર ધરાવતા લાભાર્થીઓને શોધીને તેમનો હક અને લાભ આપવાનો સરકારનો આ પ્રશંસનીય પ્રયાસ છે. યોજનાઓના 95% કામ મહેસાણામાં થઈ ચૂક્યા છે. રાજ્યમાં મહેસાણા અગ્રેસર છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર આરોગ્ય શિક્ષણ અને આવક માટે છેવાડાના માનવીઓની ચિંતા કરે છે આ તકે તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ મળનારી વિવિધ યોજનાઓની વિગતો પૂરી પાડી હતી તેમજ જણાવ્યું હતું કે,”દરેક ગામમાં 15 થી 20 કાર્યકરો લાભાર્થી ઓની નોંધણી ઝુંબેશ ચલાવે છે. આ તકે તેમણે  જણાવ્યું હતું કે દરેક માણસ પોતે પોતાનું કર્મ કરે તો જ વિકાસ થાય અને દેશમાં ગુજરાતનું અને વિશેષ મહેસાણા જિલ્લાનું વિકાસ પણ નોંધનીય છે.

આ તકે કલેક્ટરશ્રીએ મતદાતા અને મતદાનમાં પણ રસ દાખવવા જણાવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સૌને અનુરોધ કર્યો હતો.

સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશે  જણાવ્યું હતું કે , “આ યાત્રા બે માસ સુધી દરેક ગામમાં દરેક ગ્રામ પંચાયતમાં જઈને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોના સહયોગથી પરિપૂર્ણ થશે તેમજ પાત્રતા ધરાવતા લાભાર્થીઓની લાભાંવિત  કરશે. રાજ્ય સરકાર તમામ 17 યોજનાઓનો લાભ ઘર આંગણે આપી રહી છે. તેનો લાભ લઈને વિકસિત ભારતમાં પોતાનું યોગદાન નોંધાવીએ તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારના મત્સ્ય મંત્રાલયમાંથી આવેલા નિયામકશ્રી અને કાર્યક્રમના જિલ્લા નોડલ અધિકારીશ્રી વિનયકુમાર પ્રજાપતિએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. સાંસદશ્રી શારદાબેન પટેલે તેમજ ઉપસ્થિત મહાનુભાવો એ ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત 99% થી વધુ કામગીરી પૂર્ણ કરી સિદ્ધિ હાસલ કરવા બદલ કેન્દ્ર સરકારના છ જિલ્લાઓ પૈકી મહેસાણા જિલ્લાને પ્લેટિનમ સર્ટિફિકેટ અને ભૂમિ સન્માન એવોર્ડ  એનાયત કરેલો છે. જેના ભાગરૂપે જિલ્લાના ગામોને આ કાર્યક્રમ અંતર્ગત અભિનંદન પત્ર આપવામાં આવશે જે પૈકી બુટ્ટા પાલડી અને હરીપુરા ગામના સરપંચશ્રીને અભિનંદન પત્ર આપવામાં આવ્યો હતો.

સ્વામીત્વ યોજના અંતર્ગત ગામના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ પણ આપવામાં આવ્યા હતા.nજેને યોજનાઓનો લાભ મળી ચૂક્યો છે એવા લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત યોજનાથી તેમના જીવનમાં આવેલા બદલાવ અને લાભ વિશે સૌને જણાવ્યું હતું.

કાર્યક્રમમાં  વિવિધ સહાય યોજનાના સ્ટોલ લાગ્યા હતા તેમજ આ તમામ સ્ટોલની ઉપસ્થિત મહાનુભાવોએ તેમજ કલેકટરશ્રી એમ.નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. ઓમ પ્રકાશ મુલાકાત લીધી હતી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે આ સંદર્ભે વાતચીત પણ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી તૃષાબેન પટેલ, શ્રીમતી મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન પટેલ, ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયત મહેસાણા શ્રી રમેશભાઈ પંડ્યા ચેરમેનશ્રી કારોબારી સમિતિ તાલુકા પંચાયત મહેસાણા, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, શ્રી ભગાજી ઠાકોર, જિલ્લા સદસ્યશ્રી હરિભાઈ પટેલ, શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, શ્રી પ્રકાશભાઈ ચૌધરી તથા જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને  અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD



(Release ID: 1978901) Visitor Counter : 108