માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

'આપણો સંકલ્પ વિકસિત ભારત' અભિયાન અંતર્ગત અમદાવાદના ગોતા ખાતેથી વિકસિત ભારત યાત્રાના રથોને ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રસ્થાન કરાવતા પંચાયત રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ


ગુજરાતના વિવિધ જિલ્લાના ગામડામાં વિકસિત ભારત રથો થકી સરકારની કામગીરી તથા વિવિધ યોજનાની માહિતી લોકોને અપાશે: મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

50 જેટલા વિકસિત રથોને ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રસ્થાન કરાયા

Posted On: 21 NOV 2023 7:24PM by PIB Ahmedabad

ગુજરાતના પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા 50 જેટલા વિકસિત ભારત રથોને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અમદાવાદના ગોતા વિસ્તારથી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, આપણો સંકલ્પ વિકસિત ભારતનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ પૂર્ણ રૂપે વિકસિત થાય તેવો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિકસિત ભારત રથો થકી ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિવિધ ગામડાંઓમાં સરકારની  યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે અને વંચિત વર્ગને યોજનાઓના લાભ સરળતાથી પ્રાપ્ત થાય તે અંગેની કામગીરી કરવામાં આવશે.

અંતે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં જે પણ વિકાસના કાર્યો કર્યા છે, તે અંગેની માહિતી પણ લોકોને આપવામાં આવશે.

રથ પ્રસ્થાનના આ કાર્યક્રમમાં વિકાસ કમિશનર શ્રી સંદીપ કુમાર, અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.એમ. દેસાઈ તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સૂરજ બારોટ અને અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. કેન્દ્ર સરકારની 17 જેટલી યોજનાઓના 100% લક્ષ્યસિદ્ધિ માટે યાત્રા થકી એક મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

CB/GP/JD


(Release ID: 1978611) Visitor Counter : 195