માહિતી અને પ્રસારણ મંત્રાલય

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંબાજીથી દાંતા તાલુકાના પાંસા ગામે પહોંચતા ભવ્ય સ્વાગત

Posted On: 18 NOV 2023 7:14PM by PIB Ahmedabad

જન નાયક બિરસા મુંડાની જન્મજયંતી નિમિતે અંબાજીથી પ્રસ્થાન કરાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાંતા તાલુકાના પાંસા ગામે પહોંચી હતી જ્યાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આદિવાસી વિસ્તારના જનજાતિ માટે શરૂ કરવામાં આવેલી વિવિધ યોજના જેવી કે આયુષ્માન ભારત, કિસાન સન્માન નિધિ, આધારકાર્ડ, રાશનકાર્ડ, કૃષિ યોજનાઓને લગતી વિવિધ યોજનાઓની માહિતી પુરી પાડવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેનો લાભ સીધે સીધો જનજાતિના લોકોને મળે તેવુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પાંસા ખાતે વિકસિત ભારત યાત્રા ને લઇ જનજાતિ લોકોને માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ સરકારની ઉજ્જવલા યોજના સહિતની માહિતી સાથે લાભાર્થીઓને સ્થાનિક સ્તરે જ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા ને સરકાર દ્વારા મળી રહેલા લાભો અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી.

CB/GP/JD



(Release ID: 1977881) Visitor Counter : 134