માહિતી અને પ્રસારણ મંત્રાલય
વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી રથ યાત્રાનું દાહોદ તાલુકાના ખાપરિયા અને આગવાડા ખાતે ભવ્ય સ્વાગત
ખાપરિયા અને આગાવાડાના ગ્રામજનોએ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓથી માહિતગાર કરતી શોર્ટફિલ્મ રસપૂર્વક નિહાળી
સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ, યોજનાકીય માહિતી અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ આણવાનો સરાહનીય પ્રયાસ કરાયો
Posted On:
18 NOV 2023 6:49PM by PIB Ahmedabad
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને સરકારની પ્રજાહિતલક્ષી યોજનાઓની માહિતી અને લાભથી છેવાડાના વંચિત લાભાર્થીને આવરી 100 ટકા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે, ત્યારે દાહોદ તાલુકાના ખાપરિયા અને આગવાડા ખાતે પહોંચેલી વિકસિત ભારતની આ સંકલ્પ રથયાત્રાનું ગામની બાળાઓએ કંકુતિલક કરીને ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું.

આ રથ દ્વારા સરકાર દ્વારા કરાયેલા પ્રજાલક્ષી કાર્યો અને યોજનાઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ, માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત યોજનાકીય માહિતી, સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેના સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ આણવાનો સરાહનીય પ્રયાસ કરાયો હતો. ગ્રામજનોએ વર્ષ 2047 સુધી દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક શપથ લીધી હતી.

આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રેશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ નિઃશુલ્ક આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી રતનીબેન ,તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો ભગીરથ બામણીયા, શ્રી રાહુલ બાંગર, વિસ્તરણ અધિકારી પંચાયત શ્રી એસ કે વસૈયા, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
CB/GP/JD
(Release ID: 1977876)
Visitor Counter : 142