સંસ્કૃતિ મંત્રાલય

સુરતના 18 યુવાઓએ માતૃભૂમિના ઋણસ્વીકાર સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી

Posted On: 04 NOV 2023 1:26PM by PIB Ahmedabad

રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત 'મારી માટી મારો દેશ' અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ દિલ્લીના રાષ્ટ્રપતિભવન ખાતે 'અમૃત કળશ યાત્રા' યોજાઈ હતી. નેહરુ યુવા કેન્દ્ર-સુરત તરફથી સુરત જિલ્લામાંથી 18 પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી. જેમના દ્વારા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું.

જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના પ્રતિનિધિ તારીકે ગૌરવ પડાયા, દિપક જયસ્વાલ, મનોજ દેવીપૂજક, સત્યેન્દ્ર યાદવ, પરેશ વસાવા, વિજય ગુલીઉમર વગેરે જેવા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

આઝાદી નું અમૃત મહોત્સવ ના સમાપન સમારોહ સંદભે રાષ્ટ્રીય કક્ષાએ દિલ્લી ખાતે "મારી માટી મારો દેશ" અભિયાન અંતર્ગત 'અમૃત કળશ યાત્રા' ની ભવ્ય ઉજવણી.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ભારત ના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી દરેક ગામની માટી એકત્ર કરવામાં આવી . આ માટીનું ઋણ ચૂકવવા અને વીરોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા પ્રધાનમંત્રીશ્રી દ્વારા તેમના મસ્તિક પર તિલક રૂપે લગાવી હતી. આ કાર્યક્રમમાં ભારતના દરેક પ્રાંતના લોકોએ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1974664) Visitor Counter : 85