કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે 1થી દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 2.0નો 1 – 30 નવેમ્બર, 2023 માટે પ્રારંભ કર્યો


ભારતનાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 100 શહેરોમાં 500 સ્થળો પર રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 2.0નું આયોજન કરવામાં આવ્યું છે

રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઝુંબેશ ૨.૦ તમામ હિસ્સેદારોને એક મંચ પર લાવીને 'સંપૂર્ણ સરકાર' અભિગમને મૂર્તિમંત કરે છે

ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ફેસ ઓથેન્ટિકેશન સબમિશન પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રની રજૂઆતને સરળ અને એકીકૃત બનાવશે

Posted On: 03 NOV 2023 4:50PM by PIB Ahmedabad

બેંક ઓફ મહારાષ્ટ્ર અમદાવાદ ઝોન દ્વારા 5 સ્થળે જેમકે ઘાટલોડિયા, નારોલ, નરોડા, ચાંદખેડા અને દક્ષિણ બોપલ કેમ્પ યોજાયો. બેંક જાહેરાત દ્વારા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (ડીએલસી) એટલે કે જીવન પ્રમાણને વ્યાપકપણે પ્રોત્સાહન આપી રહ્યું છે.

  લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની ડિજિટલ પદ્ધતિઓનો લાભ દેશના દૂર-સુદૂરના વિસ્તારોમાં પેન્શનરો સુધી પહોંચે અને સુપર સિનિયર/માંદા/અસમર્થ પેન્શનર્સને પણ લાભ થાય તે સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા સાથેનો એક વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમામ હિતધારકોની ભૂમિકાઓ અને જવાબદારીઓને વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જે શ્રી રોહિતકુમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એસઆર કન્સલ્ટન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન વેલ્ફેર (ડીઓપીપીડબ્લ્યુ) નવી દિલ્હીએ સમગ્ર શહેરમાં ભવ્ય સફળતા 03/11/2023ના રોજ પેન્શનર્સને ડીએલસી વિશે સમજાવ્યું હતું

CB/GP/JD



(Release ID: 1974477) Visitor Counter : 149


Read this release in: English