સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

જીપીઓ અમદાવાદના રિલીફ રોડ ખાતે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન

Posted On: 31 OCT 2023 3:46PM by PIB Ahmedabad

રાષ્ટ્રીય એકતા દિવસ, જેને નેશનલ યુનિટી ડે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 'ભારતના લોખંડી પુરુષ' સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની યાદમાં દર વર્ષે 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતની એકતા, વિવિધતા અને આઝાદી પછી દેશને એક કરવામાં સરદાર પટેલની મુખ્ય ભૂમિકાની ઉજવણી કરવા માટે સમર્પિત છે.

આજે, રાષ્ટ્રીય એકતા દિવસ (નેશનલ યુનિટી ડે) નિમિત્તે જીપીઓ, પ્રદેશ કાર્યાલય, ઉત્તર ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદના રિલીફ રોડ ખાતે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ જીવનના વિવિધ ક્ષેત્રના લોકોને એકસાથે લાવી સરદાર પટેલના અખંડ ભારતના સંકલ્પને શ્રદ્ધાંજલિ આપવાનો હતો. પોસ્ટ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓએ મોટી સંખ્યામાં સ્થાનિક સમુદાયની સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને એકતા અને બંધુત્વની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું.

CB/GP/JD



(Release ID: 1973355) Visitor Counter : 86