માનવ સંસાધન વિકાસ મંત્રાલય

આરઆરયુ અને NACP ભારતની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવા માટે નો એક સફળ પ્રયાસ: કોસ્ટલ સિક્યુરિટી ઓપરેશન્સમાં વિવિધ દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ના મરીન પોલીસ અધિકારીઓને ડિપ્લોમા ની પદવી એનાયત કરવામાં આવી

Posted On: 28 OCT 2023 9:08PM by PIB Ahmedabad

૨૮ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ, નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP), ઓખા, ગુજરાત દ્વારા કોસ્ટલ ઓપરેશન્સ ના 12મા ફાઉન્ડેશન કોર્સનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં 9 દરિયાકાંઠાના રાજ્યો અને 4 દરિયાકાંઠાના કેન્દ્રશાસિત પ્રદેશોના 97 પોલીસ અધિકારીઓની તાલીમ, પરીક્ષાસફળતા પૂર્વક પાસનકરનાર ને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા ની પદવી એનાયત કરવા માં આવી હતા.

ગાંધીનગર, ગુજરાત સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), રાષ્ટ્રીય મહત્વની સંસ્થામાંથી કોસ્ટલ સિક્યુરિટી ઓપરેશન્સમાં ડિપ્લોમા સાથે NACPમાંથી પાસ આઉટ થયેલા અધિકારીઓની આ પ્રથમ બેચ છે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) શ્રી સુધીન્દ્ર કે સિંઘ, જેઓ NACPનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે તમામ ઉત્તીર્ણ થયેલ પોલીસ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને તેમને તેમના સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત કરવામાં તેઓએ જે કૌશલ્યો શીખ્યા છે તેનો ઉપયોગ કરવા વિનંતી કરી.  ભારતના અંદાજે 7,516 કિમી દરિયાકિનારાને સુરક્ષિત કરવામાં યોગદાન આપવા જણાવ્યું હતુ.

આર. આર. યુ. ના કુલપતિ પ્રો. ડો. બિમલ .એન. પટેલે  એનએસીપી અને આરઆરયુ વચ્ચે થયેલ એમ. ઓ. યુ ના ભાગ રૂપે ઉત્તીર્ણ થયેલ પોલીસ અધિકારીઓને આરઆરયુ પાસેથી ડિપ્લોમા એનાયત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ડીઆઈજી સિંઘના જણાવ્યા મુજબ, ડિપ્લોમા માત્ર અધિકારીઓને દરિયાકાંઠાની સુરક્ષા અને કામગીરીના વિશિષ્ટ ક્ષેત્રમાં તેમનો શૈક્ષણિક અભ્યાસ ચાલુ રાખવા અને વધુ શૈક્ષણિક ક્રેડિટ્સ એકઠા કરવામાં સક્ષમ બનાવશે નહીં પરંતુ ભારતના દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાસ પ્રશિક્ષિત કોસ્ટલ પોલીસ અધિકારીઓની કેડર મેળવવામાં પણ મદદ કરશે.  .

ડીઆઈજી સિંઘે બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સીબી પ્રસાદ અને મદદનીશ કમાન્ડન્ટ શ્રી રામ કિશન, શ્રી અતુલ ગહલૌત, શ્રી સોનલ બોહરા અને અન્યની આગેવાની હેઠળની એનએસીપી ટીમની પણ વ્યાપક તાલીમ કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ કરવા અને શ્રેષ્ઠ રિસ્કિલિંગ આપવા બદલ પ્રશંસા કરી હતી.

ડૉ. ધર્મેશ કુમાર પ્રજાપતિ, I/c ડેપ્યુટી રજિસ્ટ્રાર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ ઉત્તીર્ણ થયેલ પોલીસ અધિકારીઓને યુનિવર્સિટી દ્વારા રચિત જીવન માં યોગ્ય વ્યક્તિ બનવા અને કામ કરવા માટે શપથ લેવડાવ્યા હતા.

શ્રી અંકુર શર્મા, મદદનીશ પ્રોફેસર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ઉપસ્થિત NACP અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો, RRU ની પ્રવૃત્તિઓની ચર્ચા કરી, અને દરિયાકાંઠા અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં તાલીમ અને ક્ષમતા નિર્માણના ક્ષેત્રમાં બંને સંસ્થાઓ વચ્ચે સંયુક્ત ભાવિ સહયોગના માર્ગોની શોધ કરી.  .

નોંધનીય છે કે બંને સંસ્થાઓ, ઓખામાં NACP અને ગાંધીનગરમાં RRU, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જેની સ્થાપના કરવામાં આવી છે.  પોલીસ દળો માટે વિશ્વ કક્ષાની તાલીમ અને ક્ષમતા નિર્માણના કાર્યક્રમો અને રાષ્ટ્રની સુરક્ષાને મજબૂત બનાવવી તે હેતુ છે.

CB/GP/JD



(Release ID: 1972675) Visitor Counter : 79


Read this release in: English