આયુષ
રોજગાર મેળાની 10મી કડીમાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં પ્રધાનમંત્રી શ્રીએ 51,000થી વધુ નિમણૂક પત્રોનું ડિજિટલી વિતરણ કર્યું
વડોદરામાં આયુષ અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ નવી નિમણૂક મેળવનારને નિમણૂક પત્રો આપ્યા
વડોદરામાં ચાર દિવ્યાંગ સહિત 67 નવી નિમણૂક પામેલાઓને નિમણૂક પત્રો મળ્યા, તમામને કર્મયોગી પોર્ટલ દ્વારા તાલીમ અપાશે
Posted On:
28 OCT 2023 4:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં દેશના યુવાનો યુવતીઓને રોજગારીપત્રો આપવાની દસમી શૃંખલામા 51000થી વધુ રોજગારીપત્રો એનાયત કરવામાં આવ્યા. વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રોજગારીપત્રો વિતરણ કરવાના સમારોહનું આયોજન પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ અને આયુષ રાજ્ય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિમાં રોજગારીપત્રો વિતરણની દસમી કડીનો પ્રારંભ દિપ પ્રકાટાવીને કરવામાં આવ્યો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના ડિઆરએમ જીતેન્દ્ર સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે દેશનાં પ્રધાનમંત્રી સતત પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટેની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ સમારોહમાં ઉપસ્થિત રોજગારી મેળવતા ઉમેદવારોને આવકારીને તેમને અભિનંદન આપ્યા હતા.તેમને સરકારની યુવાનો અને મહિલાઓ માટેની યોજનાઓ વિશે તેમજ વર્તમાન કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કાર્યોનો ચિતાર આપ્યો હતો. ત્યારબાદ દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે આજે રોજગારી મેળવનાર યુવાનો યુવતીઓને સંબોધન કરીને શુભેચ્છા આપી હતી. સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્તિ મેળવનાર યુવાનો યુવતીઓને લોકોની સેવા કરવા માટે જણાવ્યું હતું.
વડોદરામાં રોજગારીપત્રો વિતરણ સમારોહમાં સરકારના વિવિધ વિભાગોમા કુલ 67 યુવાનો યુવતીઓને રોજગારીપત્રો વિતરણ કરવામાં આવ્યા. જેમાં રેલ્વેમાં 37, પોસ્ટલમાં 13, આવકવેરા વિભાગમાં 3 ઓરીએન્ટલ વીમા કંપનીમાં 9, સીઆરપીએફમાં 1,એસબીઆઈઅને પીઆઈબી બેંકમાં એક એક, કેન્દ્રીય વિધ્યાલયમાં એક અને એસવીએનઆઈટીમાં 1 મળી કુલ 67 જણાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોજગારી પત્રો એનાયત કરવામાં આવ્યા.
(Release ID: 1972538)
Visitor Counter : 122