યુવા બાબતો અને રમત મંત્રાલય
ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડ્યા તથા મેયર શ્રી ભરતભાઈ બારડની ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે ‘સાંસદ ખેલ મહોત્સવ 2023’નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
તા.29 ઓક્ટોબર દરમિયાન ભાવનગર સ્પોર્ટસ સંકુલ ખાતે ‘સાંસદ ખેલ મહોત્સવ 2023’ પૂર્ણાહુતી યોજાશે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને યોજાશે જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ
મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તથા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ દ્વારા વિજેતા ખેલાડીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરશે
Posted On:
28 OCT 2023 3:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવ-2023નું આયોજન કરવામાં આવેલ હતું, જે અંતર્ગત તાલુકા કક્ષાનો રમતોત્સવ તા.19, 20, 21 ઓક્ટોબર દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલ હતો.
આજ રોજ તા.28 ઓક્ટોબર 2023ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2023 અંતર્ગત જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધાનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ દિવસે કુલ 1200 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સાંસદ ખેલ મહોત્સવ 2023 અંતર્ગત ભાવનગર શહેર, ગ્રામ્ય અને બોટાદના તાલુકા અને ઝોન કક્ષાએ વિજેતા પ્રથમ નંબરના તમામ વયજૂથના ખેલાડીઓએ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ, ભાવનગર ખાતે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા.29 ઓકટોબરના રોજ શુટિંગ બોલ (વય: 21 થી 35) (વય: 36 થી 50), કબડ્ડી (ભાઇઓ), રસ્સા ખેંચ (ભાઇઓ), ખો-ખો (ભાઇઓ), વોલીબોલ (ભાઇઓ), સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાઇકલ, સિક્કા શોધ જેવી વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે.
સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતી તા.29 ઓકટોબરના રોજ થનાર છે. જેમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તથા 15-ભાવનગર/બોટાદના સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ દ્વારા વિજેતા ખેલાડીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરશે.
CB/GP/JD
(Release ID: 1972503)
Visitor Counter : 139