પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

ભારત દેશના અર્થતંત્રની સ્થિતિ મજબુતાઈ સાથે સુધરી, યુવાનોની મહેનતને કારણે દેશનું ભવિષ્ય ઉજળું: શ્રી પરશોત્તમ રૂપાલા


રાજકોટ શહેરમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે 64 ઉમેદવારો નિમણુક પત્ર એનાયત કરાયા

Posted On: 28 OCT 2023 3:20PM by PIB Ahmedabad

રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુલ ઉપસ્થિતમાં તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે 10મા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 64 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.રાજકોટ શહેરમાં રેલવે વિભાગમાં 45, પોસ્ટ વિભાગમાં 5, રેલવે વિભાગમાં 3, હેલ્થ વિભાગમાં 6, બેન્કિંગ ક્ષેત્રે 5 મળી કુલ 64 જેટલા ઉમેદવારોએ નોકરી મેળવી ખુશી વ્યક્ત કરી કેન્દ્ર સરકાર તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે દેશમાં 51 હજાર યુવાઓને રોજગારી આજે મળી છે. હાલમાં ભારત દેશની અર્થતંત્રની સ્થિતિ મજબૂતાઇ સાથે સુધરી રહી છે. બેન્કિંગક્ષેત્રે વિશ્વમાં ભારતની સ્થિતિ મજબૂત છે.બેન્કિંગ ક્ષેત્ર તમામ વ્યવસાય સાથે જોડાયેલ છે.યુવાનોની મહેનતને કારણે દેશ જેટ ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. શ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે વર્લ્ડ મોનીટરીંગ ફંડના રિપોર્ટ અનુસાર ભારત 6.5% ગ્રોથ રેટથી આગળ છે જ્યારે વર્લ્ડનો ગ્રોથ રેટ 3.5% છે. દુનિયાથી બમણી તેજીથી ભારત આગળ વધી રહ્યું છે. ભારત દેશ એક ટેક ઓફ કરેલ ગાડી છે તેમાં તમામ ઉમેદવારોને બેસવાનો ચાન્સ મળ્યો છે. તમામ યુવાનોનું યોગદાન ભારતને વધુ મજબૂત બનાવશે.

તમામ યુવાનોને અભિનંદન પાઠવતા શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે યુવાનો પોતાની કામ  કરવાની કૅપેસિટી વધારે અને પરિવારજનોના સ્વપ્ન પૂર્ણ કરે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, રાજ્ય સભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, લોકસભાના સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા તેમજ રેલવેના ડીઆરએમ શ્રી અશ્વિની કુમાર, એડી.આર.એમ ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફીસર શ્રી મનીષ મહેતા સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD



(Release ID: 1972495) Visitor Counter : 75