સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસો પર દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા કાર્ડ / એનવલપ / ગિફ્ટ આર્ટિકલ પોસ્ટ કરવા માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે

Posted On: 28 OCT 2023 11:53AM by PIB Ahmedabad

આ વર્ષે દિવાળી, નાતાલ અને નવું વર્ષના તહેવારો અનુક્રમે 12.11.2023, 25.12.2023 અને 01.01.2024 ના રોજ મનાવવામાં આવશે. આ સંદર્ભમાં,પોસ્ટ વિભાગ અમારા ગ્રાહકો માટે તહેવારોને વધુ આનંદદાયક અને અર્થપૂર્ણ બનાવવા માટે વિશિષ્ટ શુભેચ્છા મેલ સેવાઓની જાહેરાત કરતા આનંદ અનુભવે છે.

Ø ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસો પર દિવાળી, ક્રિસમસ અને નવા વર્ષની શુભેચ્છા કાર્ડ / એનવલપ / ગિફ્ટ આર્ટિકલ પોસ્ટ કરવા માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

Ø ગ્રાહકો ની વિનંતી પર પાર્સલ પિક અપ સેવા પણ પ્રદાન કરવામાં આવશે. આનો લાભ લેવા માટે ગ્રાહકો નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

Ø પાર્સલ હેલ્પલાઇન (કોલ / વોટ્સએપ) મોબાઇલ નંબર +91 85117 60606 પર ઉપલબ્ધ છે. પાર્સલ ચાર્જ / બુકિંગ / પિક અપ સંબંધિત કોઈપણ માહિતી પાર્સલ હેલ્પ લાઇન નંબર (કોલ / વોટ્સએપ + 91 85117 60606) દ્વારા મેળવી શકાય છે.

Ø શુભેચ્છા મેઈલની સમયસર ડિલિવરી માટે, તેને નીચેની કટ-ઓફ તારીખો અનુસાર પોસ્ટ કરી શકાય છે.

ડિલિવરી ના સ્થાનો

દિવાળી મેઈલ

 

ક્રિસમસ મેઇલ

નવું વર્ષ ના મેઇલ

ગુજરાતની અંદર

 

09.11.2023

22.12.2023

28.12.2023

દેશ ના બાકી ના ભાગ માં

 

08.11.2023

21.12.2023

27.12.2023

Ø વધુ માહિતી માટે, ગ્રાહકો નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

CB/GP/NP



(Release ID: 1972373) Visitor Counter : 81


Read this release in: English