કાપડ મંત્રાલય

કપાસના ખેડૂતોને વિનંતી

Posted On: 23 OCT 2023 5:05PM by PIB Ahmedabad

કપાસની સિઝન 2023-24 શરૂ થઈ ગઈ છે અને બજારોમાં કપાસની આવક શરૂ થઈ છે જે હવે વધવાની ધારણા છે.

કપાસના ખેડૂતોની સુરક્ષા અને સુલભતા વધારવા માટે, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ગુજરાત રાજ્ય હેઠળના 22 જિલ્લામાં કુલ 72 કપાસ ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. તમામ ખરીદ કેન્દ્રો પર માન્ય આધાર નંબર ધરાવતા ખેડૂતોની નોંધણી શરૂ થઈ ગઈ છે.

કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કપાસના ખેડૂતોને વિનંતી કરે છે કે તેઓ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા/રાજ્ય સરકારમાં જરૂરી દસ્તાવેજો સાથે અગાઉથી પોતાની જાતને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને તેમની પેદાશો વેચવા માટે નોંધણી કરાવે.

કોઈપણ સહાયતાના કિસ્સામાં, ખેડૂતો કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, અમદાવાદ અને રાજકોટની શાખા કચેરીઓનો સંપર્ક કરી શકે છે.

CB/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970106) Visitor Counter : 112