સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

પોરબંદર ખાતે અમૃત કળશ યાત્રા અંતર્ગત 73 ગામની  માટીને દિલ્હી ખાતે મોકલાશે


જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને અસ્પી એગ્રીકલ્ચર કોલેજ ખાપટ ખાતે કાર્યક્રમ યોજાયો

Posted On: 20 OCT 2023 1:47PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા માટે વીર શહિદોના બલિદાનોને બિરદાવવા માટે સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત માટીને નમન અને વિરોને વંદન કરી ગામેગામથી એકઠી કરેલી માટી અને ચોખા તાલુકા કક્ષાએ લાવવામાં આવ્યા હતા. જે હેઠળ તા. 18 ઓક્ટોબરના રોજ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને અસ્પી એગ્રીકલ્ચર કોલેજ ખાપટ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં 73 ગામથી આવેલી માટી અને ચોખાને મહાનુભાવોએ એક કળશમાં એકત્ર કર્યા હતા. તાલુકાના ગામોથી આવેલી આ માટી રાજય કક્ષાએ અને ત્યારબાદ દિલ્હી  લઇ જવાશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમારે જણાવ્યુ હતુ કે, આગામી 25 વર્ષમા ભારત દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી રોડમેપ બનાવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમા રાજ્યનો દરેક ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે. ત્યારે આપણને આઝાદી અપાવનારા દેશના વીરોને વંદન કરવા, આપણી માટીને નમન કરવા ગ્રામ્ય તથા શહેરીજનોની રાષ્ટ્રભાવના પ્રબળ બને તે માટે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આપણે સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ અને દેશના વિકાસમા સતત યોગદાન આપીએ.

આ તકે રમેશભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે, દેશની વિરાસતને ટકાવવાનો આ કાર્યક્રમ છે. પોરબંદર પૂજ્ય મહાત્મા ગાંધીજીનુ જન્મ સ્થળ છે. દેશને આઝાદી અપાવવા પૂજ્ય બાપુના યોગદાનને હંમેશા માટે યાદ કરવામા આવશે.

કાર્યક્રમમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી લીરીબેન ખૂટી, આવડાભાઇ ઓડેદરા, અગ્રણી કાળુભાઇ, પ્રતાપભાઇ કેશવાલા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ત્રિવેદી, શ્રીસાધુ સહિત મહાનુભાવો જુદા જુદા ગામોના સરપંચો, અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારી, કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનુ સંચાલન નિરવભાઇ જોષીએ કર્યું હતું.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1969342) Visitor Counter : 120