સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવસારી તાલુકાના ખડસૂપા ગામ ખાતે તાલુકા કક્ષા કળશ યાત્રાનું આયોજન

Posted On: 19 OCT 2023 5:11PM by PIB Ahmedabad

દેશભરમાં ચાલી રહેલા મારી માટી મારો દેશ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાન હેઠળ અમૃત વાટિકાનું નિર્માણ થશે. આ સંદર્ભમાં નેહરુ યુવા કેન્દ્ર નવસારી તરફથી જિલ્લામાંથી 18 પ્રતિનિધિની પસંદગી કરાઈ છે જે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

આ હેઠળ નવસારી તાલુકાના ખડસૂપા ગામ ખાતે તાલુકા કક્ષા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કળશ યાત્રામાં મુખ્ય મહેમાન રૂપે નવસારીના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતિભા બેન આહીર, તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી નાનુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય અને માજી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દર્શના પટેલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરેશભાઈ નાયક અને સરપંચશ્રી જયેશભાઈ હળપતિ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સાથે આસપાસના ગામ સરપંચશ્રી, તલાટી અને અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત અતિથિગણના વક્તવ્યથી થઈ હતી. જેમાં શ્રી દર્શના પટેલ અને તાલુકા પ્રતિનિધિ નિમેષ ગડ્ડમ દ્વારા મારી માટી મારો દેશ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી. આ ઉપરાંત ગામજનો સાથે એક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવસારી તાલુકાના દરેક ગામની માટી એકત્ર કરી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવી.

આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન નેહરુ યુવા કેન્દ્ર નવસારીના તાલુકા પ્રતિનિધિ નિમેશ ગડ્ડમ દ્વારા કરવામા આવ્યું હતું. આ પ્રકારે ગણદેવી તાલુકામાં ટીમ લીડર કિરણ ગોરાડ અને ખેરગામ તાલુકામાં ટીમ લીડર આતિશ પટેલ  દ્વારા કાર્યકમમાં પ્રતિનિધિત્વ કરિયું હતું.

CB/GP/JD


(Release ID: 1969114) Visitor Counter : 113