સંસ્કૃતિ મંત્રાલય
દહેગામ તાલુકામાં કળશ યાત્રા યોજવામાં આવી
Posted On:
19 OCT 2023 4:46PM by PIB Ahmedabad
મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ દહેગામ તાલુકામાં એસ ટી ડેપોથી તાલુકા પંચાયત સુધી કળશ યાત્રા યોજવામાં આવી. જેમાં સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ સભ્ય હરિભાઈ પટેલ,તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, BSF અઘિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. જે. મહીડા સહિત તાલુકા પંચાયત કચેરી કર્મચારી, તલાટી શ્રી, ગામના સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનો, આંગણવાડી કાર્યકર તેમજ અન્ય અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા જેમાં 91 ગામમાંથી કળશમાં માટી લાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગરના યુવા સ્વયં સેવક મંથન શાહ તેમજ નેહરુ યુવા કેન્દ્ર ગાંઘીનગરના 100થી વધારે યુવાનો,આંગણવાડી કાર્યકર અને સીમા સુરક્ષા બળના જવાન જોડાયા હતા. આ કાર્યક્રમમા આશરે 700 થી વધારે લોકો જોડાયા હતા.
CB/GP/JD
(Release ID: 1969105)
Visitor Counter : 110