સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

વાંસદા ખાતે તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા યોજાઈ

Posted On: 19 OCT 2023 4:43PM by PIB Ahmedabad

મેરી માટી મેરા દેશ અંતર્ગત તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રા આજ રોજ સવારે 11 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું  તેમાં મુખ્ય મહેમાન તરીકે ડાંગ અને વલસાડ લોકસભાના સાંસદ શ્રી કે.સી પટેલ સાહેબ અને તાલુકા  પંચાયત પ્રમુખ  શ્રીમતી દીપ્તિ બહેન પી. પટેલ અને નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા અને પ્રાંત અધિકારીશ્રી ડી.આઇ. પટેલ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર જે. પરમાર સાહેબ અને વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબ ભાઈ અને ડેપ્યુટી સરપંચ શ્રીમતી હેમાબેન ડી.શર્મા અને તલાટીશ્રી પંકજભાઈ અને વાંસદા ગ્રામ પંચાયતના સભ્યો અને અન્ય ગામના તલાટીઓ અને આંગણવાડી કાર્યકરો અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

સૌપ્રથમ કુમાર શાળા વાંસદાથી રેલીનું આયોજન કર્યું હતું અને તેમાં ડાંગ અને વલસાડ લોકસભાના સાંસદ શ્રી કે.સી પટેલ સાહેબ આગેવાનીમાં કળશ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને તે યાત્રા ત્યાંથી તાલુકા પંચાયત કચેરીએ પહોંચી હતી ત્યાં બધા ગામના કળશ મૂકી પછી બધા મુખ્ય મહેમાનશ્રીઓનું કન્યાશાળા, વાંસદાની વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બધા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન દ્વારા પ્રવચન કરવામાં આવ્યા હતા અને અંતે મુખ્ય મહેમાન શ્રી કે.સી પટેલ દ્વારા નહેરુ યુવા કેન્દ્ર, નવસારીના પ્રતિનિધિને કળશ સોંપણી કરીને આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

CB/GP/JD


(Release ID: 1969098) Visitor Counter : 128