સંસ્કૃતિ મંત્રાલય
તાલુકા પંચાયત ધ્રોલ ખાતે કળશ યાત્રાનું આયોજન કરાયું
Posted On:
19 OCT 2023 4:24PM by PIB Ahmedabad
ધ્રોલ ખાતે 'મેરી મિટ્ટી મેરા દેશ' અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત ધ્રોલ ખાતે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા 76- કાલાવડ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન શિયાળ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોજીત્રા તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજેશ્રીબા બ્રિજરાજસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ લખધીરસિહ જાડેજા, કારોબારી અધ્યક્ષ હર્ષાબેન વિજયભાઈ કાસુન્દ્રા તેમજ પી. એસ.આઈ. ધ્રોલ તેમજ ધ્રોલ ગ્રામપંચાયતના સરપંચશ્રીઓ, નહેરુ યુવા કેન્દ્ર જામનગર (NYKs)માંથી મકવાણા સંગીતા તેમજ તાલુકા પંચાયત સ્ટાફ, તમામ તલાટીશ્રીઓ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્ર્મ ધ્રોલ પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી ધ્રોલ સુધી પદયાત્રા યોજવામાં આવી તેમજ ફૂલહાર સાથે સમાપન કરવામાં આવ્યું હતું.
CB/GP/JD
(Release ID: 1969087)
Visitor Counter : 104