સંસ્કૃતિ મંત્રાલય
સુરતના પલસાણા તાલુકામાં સ્થિત ડી.વી. હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાએ કળશ યાત્રાનું આયોજન
Posted On:
19 OCT 2023 3:16PM by PIB Ahmedabad
દેશ ભરમાં ચાલી રહેલા “મારી માટી મારો દેશ“કાર્યક્રમ, કે જેના હેઠળ આઝાદી માટે બલિદાન આપનારા તમામ બહાદુરો (વીર અને વીરાંગનાઓ) પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશના ખૂણે ખૂણેથી યુવા સ્વયંસેવકો અને લોકો દ્વારા દેશના દરેક ગામડાઓ અને પંચાયતોમાંથી માટી એકત્રિત કરીને બ્લોક સ્તરે લાવવામાં આવશે. તેવી જ રીતે બ્લોક સ્તરેથી મોટી નગરપાલિકાઓ તેમજ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં લાવવામાં આવશે. ત્યારબાદ આ પંચાયતો/ગામ/શહેરી વિસ્તારોમાંથી એકત્રિત કરેલી માટી ધરાવતો “અમૃત કળશ” રાજધાની દિલ્લી લઈ જવામાં આવશે જ્યાં આ માટી વડે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતામાં “અમૃત વાટિકાનું” નિર્માણ થશે.
સદર કાર્યક્રમના ભાગરૂપ નેહરુ યુવા કેન્દ્ર સુરત તરફથી સુરત જિલ્લામાંથી 18 પ્રતિનિધિની પસંદગી કરાઈ છે. જે રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ હેઠળ સુરતના પલસાણા તાલુકામાં સ્થિત ડી.વી. હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાએ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 450થી વધુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કળશ યાત્રામાં મુખ્ય મહેમાન રૂપે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નેહરુ યુવા કેન્દ્ર સુરતના સ્વયંસેવકો અને આસપાસના ગામના સરપંચશ્રી, તલાટી અને અન્ય કર્મચારીગણ પણ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમની શરૂઆત અતિથિગણના વક્તવ્યથી થઈ હતી અને ઉપસ્થિત યુવાઓને “મારી માટી મારો દેશ” કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તેમજ યુવાઓ સાથે એક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પલસાણા તાલુકાના દરેક ગામની માટી એકત્ર કરી જિલ્લા કક્ષાએ મોકલવામાં આવી.
CB/GP/JD
(Release ID: 1969057)
Visitor Counter : 111