સંસ્કૃતિ મંત્રાલય

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત લાલપુરમાં કળશ શોભાયાત્રા

Posted On: 18 OCT 2023 10:41AM by PIB Ahmedabad

લાલપુર ખાતે 'મેરી મિટ્ટી મેરા દેશ' અભિયાન અંતર્ગત તાલુકા પંચાયત લાલપુર ખાતે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેતા સાહેબ, તથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જેશાભાઈ નંદાણીયા તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ કૌશિકભાઈ,જયુભા,આલસુરભાઈ, તાલુકા ભાજપ આગેવાનો અરશીભાઈ,હીરજીભાઈ,ભરતભાઈ,રફિકભાઈ તેમજ લાલપુર ગ્રામપંચાયત સરપંચ શ્રી જયેશભાઈ તેરૈયા,નહેરુ યુવા કેન્દ્ર(NYKs) માંથી ચિરાગભાઈ,કિશનભાઇ તેમજ તાલુકા પંચાયત સ્ટાફ,તમામ તલાટીશ્રીઓ, આશાવર્કર બહેનો અને ગ્રામજનો હજાર રહ્યા હતા. જયેશભાઈ દ્વારા તાલુકા કક્ષાના કળશનું તાલુકા પંચાયત ખાતેથી લાલપુર ગામમાં પદયાત્રા કરી સરદાર પટેલ ચોક ખાતે ફૂલહાર સાથે સમાપન કરવામાં આવ્યું હતું.

CB/GP/NP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1968639) Visitor Counter : 91