સંસ્કૃતિ મંત્રાલય

આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે "માટી ને નમન વીરોને વંદન" ઉદ્દેશ સાથે દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં "કળશ યાત્રા" નું આયોજન

Posted On: 15 OCT 2023 2:15PM by PIB Ahmedabad

આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે "માટી ને નમન વીરોને વંદન" ઉદ્દેશ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ, અમર વીર-વીરાંગનાઓના બલિદાનના સન્માનમાં "માટીને નમન વીરોને વંદન" નામનું દેશ વ્યાપી અભિયાન શરૂ કર્યું હતું જેના પગલે જિલ્લા અને તાલુકા પંચાયતના સહયોગથી નહેરુ યુવા કેન્દ્ર દેવભૂમિ દ્વારકા દ્વારા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં "કળશ યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાણવડ તાલુકાના વિવિધ ગામોમાં જઈને કળશમાં માટી એકઠી કરી હતી.જેને ભાગ રૂપે આજ રોજ તારીખ 14/10/2023ને શનિવાર રોજ સાંજ 5:00 વાગ્યે ભાણવડ તાલુકાના તાલુકા પંચાયત કચેરીએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, તાલુકાના ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ કનારા, શહેરના ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ ગ્રામસેવકની ફરજ બજાવતા વિવિધ ગામડાના તલાટી મંત્રી ગણ તેમજ વિવિધ પ્રાથમિક શાળાઓના આચાર્ય તેમજ નહેરુ યુવા કેન્દ્ર - દેવભૂમિ દ્વારકા જિલ્લાના NYV કારેણા કિરણ તેમના યુથ મંડળ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં 50 થી વધારે લોકોએ હાજર રહી હાથમાં કળશ લઈને રેલી કાઢવામાં આવી હતી ત્યાર બાદ જુદા જુદા ગામડામાંથી એકઠી કરેલી માટીને એક મોટા કળશમાં એકઠી કરીને વીર શહીદોની શીલા સ્મારક પાસે રાખી તેમને નમન કરી તેમના બલિદાને શ્રધાંજલિ આપી હતી. ત્યાર બાદ કોન્ફરન્સ હોલમાં તિરંગા યાત્રાથી લઈને "માટીને નમન વીરોને વંદન" કળશ યાત્રા સુધીના સમગ્ર કાર્યક્રમનું એક શોટૅ ફિલ્મ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઇ બેરા દ્વારા વીર-વીરાંગના શૌર્યની વાતો વાગોળી તેમના બલિદાનને બિરદાવ્યું હતી. નહેરુ યુવા કેન્દ્ર- દેવભૂમિ દ્વારકાની સ્વયંસેવક કારેણા કિરણ દ્વારા વીર-વીરાંગનાઓ કવિતાના પનઠનના માધ્યમથી તેમને શબ્દો રૂપી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1968428) Visitor Counter : 68


Read this release in: English