માહિતી અને પ્રસારણ મંત્રાલય

9વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ" પર અંબાજી મેળામાં ત્રણ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનના અંતિમ દિવસે લાખો લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી


9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ માટે ભારત સરકાર ની સિદ્ધિ સમાન અનેક યોજનાઓ ની માહિતી એક સ્થળે થી અનેકો સુધી પહોંચાડવા માટેનો સફળ પ્રયાસ

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા આયોજિત કાર્યક્રમના ત્રીજા અને અંતિમ દિવસે વિવિધ જનજાગૃતિ પ્રવુતિઓનું આયોજન

Posted On: 29 SEP 2023 5:50PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના "9 વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની માહિતી આપતા ત્રીદિવસીય મલ્ટિમિડીયા પ્રદર્શનનું આયોજન ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન કેન્દ્રીય સંચાર બ્યુરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, પાલનપુર દ્વારા કરવામાં આવ્યું છે.

સરકારની સિદ્ધિઓ અને સફળતા જન જન સુધી પહોંચડવા તેમજ સમાન્ય જનમાનસને યોજનાઓ નો લાભ  મળી રહે એ અર્થે કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જેમાં વિશ્વ વિખ્યાત ભાદરવી પૂનમ અંબાજીના મહામેળા મેળામાં કેન્દ્ર સરકારના "૯ વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ"ની વિવિધ યોજનાઓની એક જ સ્થળેથી માહિતી મળી રહે તેમજ વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો થકી જનજાગૃતિ વધે એ માટે તા.27 થી 29 સપ્ટેમ્બર, ત્રણ દિવસ માટે મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ વિશેષ જન સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતિમ દિવસે વિશેષ જિલ્લા વહીવટી તંત્ર તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારીની કચેરી દાંતા દ્વારા ખાસ મહિલાઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ તેમજ મિલેટ્સ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય કિશોરીઓ દ્વારા પોષણ સંવાદ તેમજ પોષણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેમજ કેન્દ્રિય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા સ્પર્ધાના વિજેતાઓને આમંત્રિત મહેમાન શ્રી કંદર્પ પંડ્યા, તાલુકા વિકાસ અધિકારી, દાંતા તેમજ શ્રી રંજનબેન વ્યાસ, સી.ડી.પીઓ, દાંતા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત દાંતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા સ્વચ્છતાના આગ્રહી બનવાનો અનુરોધ કર્યો હતો સાથે જ સૌ માઈભક્તો ને સ્વચ્છતા શપથ તેમજ પોષણ પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના યુવા ઉદ્યમી, પ્રગતિશીલ ખેડૂત તેમજ ગુજરાતના યુવાઓના પ્રેરણા સ્રોત એવા ડીસાના પંકજભાઈ દેસાઈ એ યુવાઓ ને રાષ્ટ્ર નિર્માણ માટે ભારત સરકારના વિવિધ અભિયાનોમાં જોડાવા અપીલ કરી હતી. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દિવસ દરમિયાન ચાલતા આ કાર્યક્રમ દરમિયાન હજારો લોકો એ પ્રદર્શન ની મુલાકાત લીધી હતી. તેમજ પ્રચાર સાહિત્ય મેળવ્યું હતું. શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરિવારની ટીમ દ્વારા સ્વચ્છ ભારત, ૯ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત વિવિધ નાટ્ય પ્રસ્તુતિ કરી હતી.

કેન્દ્રીય સંચાર બ્યુરોના અધિકારી શ્રી જે.ડી ચૌધરી એ જણાવ્યું હતું કે સરકાર શ્રી વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી તેમજ માર્ગદર્શન માટે આંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહામેળા જેવો પ્રસંગ યોગ્ય સમય કહી શકાય. આ ઉપરાત બનાસકાંઠા પોસ્ટ ઓફિસ દ્વારા માહિતી સ્ટોલનું આયોજન પણ કરવામાં આવ્યું છે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત જનતા તેમજ મહેમાનો એ સ્વચ્છતાના શપથ લીધા હતા. આ ઉપરાત કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિશેષ જન સંપર્ક કાર્યક્રમ સાથે નિશુલ્ક મલ્ટીમીડિયા ફોટો પ્રદર્શનને મોટા પ્રમાણમાં જાહેર જનતાએ નિહાળ્યું હતું,જેમાં ફોટો પ્રદર્શન સાથે સેલ્ફી પોઇન્ટ, વિવિધ સ્ટોલ, જનજાગૃતિ અભિયાન ફિલ્મો વગેરે મેળામાં આવતી જાહેર જનતાને ગમ્યા હતા.

CB/GP/JD



(Release ID: 1962139) Visitor Counter : 94