યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

સુરતના ચલથાણ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા “મેરી માટી મેરા દેશ કાર્યક્રમ” અંતર્ગત “અમૃત કળશ યાત્રા” નું ભવ્ય આયોજન


કાર્યક્રમમાં ઉપસ્થિત 400 થી વધુ યુવાઓએ આઝાદીના અમૃતકાળનાં 'પાંચ પ્રણ' વિશે જાણકારી મેળવી

Posted On: 29 SEP 2023 4:24PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલા કે.વી મહેતા વિદ્યાલયમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400 થી વધુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં 'પાંચ પ્રણ' વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા ચલથાણ ગામના ઘરો, દુકાનો અને આસપાસની અન્ય જગ્યાઓથી માટી કળશમાં એકત્ર કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યું. ઉપસ્થિત યુવાઓ દ્વારા 'પાંચ પ્રણ' પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી અને ભારત સરકાર દ્વારા તારીખ 15 સપ્ટેમ્બર થી 15 ઓકટોબર 2023 સુધી ચાલનારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી રાજેન્દ્રભાઈ, ગ્રામ પંચાયતના સભ્યશ્રી કૈલાશભાઈ, ફિલ્ડ પ્રચાર અધિકારીશ્રી આઈ. ડી. ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નેહરૂયુવા કેન્દ્ર-સુરત ના સ્વયંસેવક સત્યેન્દ્ર યાદવના સહયોગથી સંપન્ન થયો.

CB/GP

CB/GP/

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1962042) Visitor Counter : 156