પ્રવાસન મંત્રાલય
પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ટુરિઝમ વિભાગ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો
ટુરિઝમ વિભાગ દ્વારા ટ્રાવેલ ફોર લાઇફ કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવ્યો
Posted On:
27 SEP 2023 2:19PM by PIB Ahmedabad
પર્યટનના મહત્વ અને તેના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્ય વિશે સ્થાનિક સમુદાયમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.
પર્યટન મંત્રાલયે 27મી સપ્ટેમ્બર, 2023ના રોજ શરૂ થનાર પ્રવાસન ક્ષેત્રને સમર્પિત "ટ્રાવેલ ફોર લાઇફ" રજૂ કરવાની યોજના બનાવી છે. આ પહેલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ "મિશન લાઇફ"ને અનુરૂપ છે.
આ સંદર્ભમાં, મંત્રાલયે સમગ્ર ભારતમાં ઉપરોક્તપ્રવૃત્તિઓ માટે 108 સાઇટ્સની ઓળખ કરી છે. 108 સાઇટ્સમાંથી, 11 સાઇટ્સ ગુજરાતમાં છે વિશ્વ પ્રવાસન દિવસ અને સ્વચ્છ ભારત ઉજવણી માટે સાઇટ્સમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી છે.
ભારત સરકારના પ્રવાસન વિભાગ અને સ્થાનિક સમુદાય અને પ્રવાસન હિતધારકોને સામેલ કરીને ગુજરાતના 11 અલગ અલગ પ્રવાસન સ્થળો તેમજ તીર્થ સ્થળોએ વિશ્વ પ્રવાસન દિવસ અને સ્વચ્છતા કાર્યક્રમોનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ બસ સ્ટેન્ડ અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ ચાંપાનેર ખાતે ટુરિઝમ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, દેશમાં આવેલા તમામ પ્રવાસન સ્થળો સ્વચ્છ બને, જેથી પ્રવાસીઓ આકર્ષાય તે આશયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
પાવાગઢ બસ સ્ટેન્ડ ખાતે ટુરિઝમ વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે બાદ ચાંપાનેર ખાતે આવેલી જામી મસ્જિદ ખાતે ટુરિઝમ વિભાગ દ્વારા વર્લ્ડ ટુરિઝમ ડે નિમિત્તે ટ્રાવેલ ફોર લાઇફ કાર્યક્રમનું ગ્લોબલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.તદ્પરાંત ઉપસ્થિત તમામ વ્યક્તિઓને સ્વચ્છતા અંગે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતાં,આ પ્રસંગે અમદાવાદ ખાતેથી રાજ્યના ટુરિઝમ વિભાગના હોદ્દેદાર તેમજ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1961203)
Visitor Counter : 152