રેલવે મંત્રાલય

પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોમાં 178 નવ નિયુકતોને નિમણૂક પત્રો આપ્યા


નિમણૂક મેળવનારને ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પોર્ટલ દ્વારા તાલીમ પણ મળશે

રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે નવી વડોદરા-દાહોદ મેમુને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Posted On: 26 SEP 2023 4:02PM by PIB Ahmedabad

ભારત સરકારના, રેલવે અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આજે વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ વડોદરાને મળેલી નવી મેમુ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું ઉપરાંત નવમા રોજગાર ભરતી મેળામાં  નવ નિયુક્ત યુવાનો અને યુવતીઓને રોજગારી પત્રો એનાયત કરવામાં આવ્યા.

કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત નવમાં રોજગાર ભરતી મેળામાં પ્રધાનમંત્રીએ ઉદબોધન કરીને રોજગારીપત્રો એનાયત કર્યા હતા. ત્યારે કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે વડોદરામાં વિવિધ સરકારી વિભાગોમાં 178 જેટલા યુવાનો યુવતીઓને રોજગારી પત્રો આપ્યા હતા. મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત તરફનું પગલું છે. રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તીકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

 

કુલ 178 યુવાઓને રોજગારી પત્રો આપવામાં આવ્યા હતા, જેમાં પોસ્ટ વિભાગમાં 96, આવકવેરા વિભાગમાં 44 ભારતીય ખાદ્ય નિગમમાં 4, સીબીઆઇસીમાં 34 જણાને રોજગારી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરાના મેયર પિંકી સોની સહિત પોસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામને હસ્તે નિયુક્તિ મેળવનાર લાભાર્થીઓને રોજગારીપત્રો આપવામાં આવ્યા છે.

રોજગાર મેળો દેશભરમાં 46 સ્થળોએ યોજાયો હતો. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલી નવી ભરતીઓ સરકારમાં પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જોડાશે.

રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

નિયુક્તિ મેળવનારને iGOT કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રરંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં "ક્યાંય પણ કોઈપણ ઉપકરણ" લર્નિંગ ફોર્મેટ માટે 680થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

ભારત સરકારના , રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ આજે સવારથી વડોદરાની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓએ વડોદરાને મળેલી નવી મેમુ ટ્રેનને પણ પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશનના 6 નંબરના પ્લેટફોર્મ ખાતે યોજાયેલ સમારોહમાં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી અને કાપડ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશએ વડોદરાને મળેલી નવી આધુનિક સુવિધાઓથી સજ્જ મેમુ ટ્રેન 09105/09106 વડોદરાથી દાહોદ વર્ઝન 3 મેમુ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. જે સ્થાનિક રીતે ખાસ આદિવાસી વિસ્તારોને જોડશે.

આ પ્રસંગે સાંસદ રંજન ભટ્ટ, મેયર પિંકી સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, ડો. વિજય શાહ, ડીઆરએમ જીતેન્દ્ર સિંહ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે આ મેમુ સેવાથી લોકોને સવારે વડોદરાથી દાહોદ જવા અને સાંજે પરત આવવા માટે ફાયદો થશે. વડોદરા અને દાહોદ વચ્ચે દોડતી આ ત્રીજી મેમુ સેવા છે. આ નવા વર્ઝન 3 મેમુ ટ્રેન સેવાથી રોજિંદા લોકોને ફાયદો થશે અને 950થી વધુ બેઠક ક્ષમતા અને 1100થી વધુ મુસાફરો મુસાફરી દરમિયાન આરામથી ઊભા રહી શકશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા વડોદરા દાહોદ વિભાગને ઔદ્યોગિક કોરિડોર તરીકે વિકસાવવાનું કહે છે અને આ ટ્રેન તેની દોડ દરમિયાન સ્થાનિક રીતે ખાસ કરીને આદિવાસી વિસ્તારોને જોડશે. મુસાફરોને મુસાફરીનો બહેતર અનુભવ આપવા માટે ટ્રેન શોક એબ્સોર્બર, ડિસ્પ્લે સ્ક્રીન, બાયો ટોયલેટ અને અન્ય સુવિધાઓથી સજ્જ છે.  ભારત સરકાર રેલવેના આધુનિકીકરણ માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહી છે.

CB/GP/JD



(Release ID: 1960865) Visitor Counter : 107