પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

મેરિટના આધારે ઓનલાઈન ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ તેનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને ફાળે : પુરુષોત્તમભાઈ રૂપાલા

Posted On: 26 SEP 2023 1:28PM by PIB Ahmedabad

રાજકોટ પોસ્ટ ઓફિસ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ રોજગાર મેળો સમગ્ર દેશમાં 46 સ્થળોએ યોજાયો હતો. જેમાં આશરે 51,000 ઉમેદવારોને સંબંધિત વિભાગ માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં યોજાયેલા રોજગાર મેળામાં સૌરાષ્ટ્ર કરછના 151 ઉમેદવારોને નિમણૂક પત્ર પાઠવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે જિંદગીમાં મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક બટન દબાવતા નિમણૂક પત્ર ઘરે આવશે. આજે આપણે સાક્ષી બન્યા કે પ્રધાનમંત્રી એ એક બટન દબાવ્યું અને પત્રો તમારા ઘરે પહોંચી ગયા છે.પહેલાની સિસ્ટમમાં ઓળખાણ વિના નોકરી ન મળતી. હવે ટ્રાન્સપરન્ટ સિસ્ટમ આવી જતા દેશના યુવાનો ખુશ છે. યુવાનોને નોકરીનો હરખ હોઈ તેની સાથે તેના પરિવારજનોમાં પણ હરખ છે. ટેકનોલોજીને કારણે બધુંજ શક્ય બન્યું છે. G-20 કાર્યક્રમમાં આપણો વટ વિશ્વ આખા એ જોયો. સમગ્ર વિશ્વ ડીઝીટલ કાર્યક્રમોથી પ્રભાવિત બન્યું છે. ગ્રામીણ વિસ્તારના લોકો વતી પ્રધાનમંત્રીને શુભકામનાઓ. દર મહિને 1 લાખ જેટલા યુવાનોને આ તક મળે છે.

આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, પોસ્ટ માસ્ટર જનરલ શ્રી બી.એલ.સોનલ,તેમજ એઇમ્સના ડાયરેક્ટર શ્રી પ્રો.ડો.સી.ડી.એચ કટોચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

CB/ GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1960803) Visitor Counter : 131