યુવા બાબતો અને રમત મંત્રાલય

નેહરુ યુવા કેન્દ્ર-અમદાવાદ દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અન્વયે ભવ્ય અમૃત કળશ યાત્રા તેમજ વિભિન્ન કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરાયું

Posted On: 25 SEP 2023 4:15PM by PIB Ahmedabad

ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-અમદાવાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને અમૃત કાળ અન્વયે રાષ્ટ્રભરમાં ચાલી રહેલા મેરી માટી મેરા દેશ કાર્યક્રમના માટીને નમન, વીરોને વંદન અભિયાન અંતર્ગત ભવ્ય અમૃત કળશ યાત્રાનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી, અમદાવાદ પ્રિતેશ કુમાર ઝવેરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાણીપ વિસ્તારમાં કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે સાબરમતી વિસ્તારના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ વિષે વિસ્તારે જણાવતા જિલ્લા યુવા અધિકારીશ્રી એ જણાવ્યું કે ઉપરોક્ત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અમૃત કળશ યાત્રા દ્વારા જનસામાન્યને ભારતભરમાં ચાલી રહેલા મેરી માટી મેરા દેશ-માટીને નમન અને વીરોને વંદન અભિયાન સાથે જોડવા અને જાગરુક કરવાનો રહ્યો. કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારના ભારતીય થળસેનાના પૂર્વ-ગર્નર શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડાવતને સેનામાં તેમની સેવાઓ બદલ વંદન કરી અભિવાદન કાર્યક્રમ ઉજવાયો હતો. તથા શેરી-શેરીએ ફરી ઘરે ઘરે જઈ અમૃત કળશમાં સ્થાનીય મહિલાઓ દ્વારા માટી-દાન કાર્યક્રમ પણ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રવીન હાયર સેકેન્ડરી સ્કુલ, રાણીપના આચાર્ય શ્રી રૂમિત ભાઈ તેમજ અજીતકુમાર વ્યાસ, રાજાન પટેલ, રાકેશ પટેલ, કેતન પટેલ, નીલમબેન ગોહિલ, કીર્તિ કુમાર પંચાલ, ભગવતીબેન પટેલ તથા નેહરુ યુવા કેન્દ્ર તરફથી મનીષ ભરવાડનો મહત્વનો ફાળો રહ્યો.

ઉપરોક્ત કાર્યક્રમો સાથે જ શાળાના પ્રાંગણમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય જયંતી તેમજ હિન્દી પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ગોષ્ઠી, વકતૃત્વ સ્પર્ધા અને જાગરૂકતા રેલી કાર્યક્મનું પણ આયોજન કરાયેલ જેમાં યુવાનો અને બાળકો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.

CB/GP/JD



(Release ID: 1960452) Visitor Counter : 175