રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

જામનગરથી અમદાવાદની વંદે ભારતે ટ્રેનનો આજે શુભારંભ

Posted On: 24 SEP 2023 4:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આજે વર્ચ્યુઅલી દેશમાં 9 નવી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે જેમાંની એક ટ્રેન એટલે કે જામનગર થી અમદાવાદની વંદે ભારતે ટ્રેનનો આજે શુભારંભ થયો છે. જામનગર રેલવે સ્ટેશન ઉપર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુન્દ્રા અને રેલવેના ડીઆરએમ અશ્વિની કુમારની ઉપસ્થિતિમાં ટ્રેનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

જામનગર છેવાડાનો  જિલ્લો હોય અહીંથી વંદે ભારત જેવી ટ્રેન શરૂ થતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, મંગળવારને બાદ કરતા અઠવાડિયામાં આ ટ્રેન એક જ દિવસમાં અમદાવાદથી પાછી ફરી રહી હોય બ્રાસપાટ ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય પ્રવાસીઓ માટે વંદે ભારત ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થનારી છે.

CB/GP/JD(Release ID: 1960131) Visitor Counter : 90